Pramāṇa · Search · About · API

Dasaveyaliya 261

Dasaveyāliya: ṭīkānusārī vivecana 261

Language
Gujarati

261

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૫ [૪/૪૫]
સંયત, વિરત, પ્રતિહત અને પ્રત્યાખ્યાતકર્મી ભિક્ષુ કે ભિક્ષુણી દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા, - - બીજ - બીજ પ્રતિષ્ઠિત, રૂઢ - રૂઢ પ્રતિષ્ઠિત, જાત - જાત પ્રતિષ્ઠિત, હરિત - હરિત પ્રતિષ્ઠિત, છિન્ન-છિન્ન પ્રતિષ્ઠિત, સચિત - સચિત કોલ પ્રતિ નિશ્ચિત (આ બધાં ઉપર) ન ચાલે, ન ઉભો રહે, ન બેસે, ન પડખાં બદલે તે સ્વયં ન કરે, ન બીજાને ચલાવે આદિ, ચાલનાર આદિની અનુમોદના ન કરે. જાવજ્જીવને માટે (આ વનસ્પતિ વિરાધના) ત્રિવિધ ત્રિવિધે અર્થાત્‌ મન - વચન - કાયાથી ન કરે, ન કરાવે, કરનારને ન અનુમોદે. ભદંત! તે વનસ્પતિ વિરાધનાને હું પ્રતિક્રમું છું, નિંદુ છું, ગર્હુ છું, આત્માને તજુ છું.

Linked texts (1)