Dasaveyaliya 262
Dasaveyāliya: ṭīkānusārī vivecana 262
- Language
- Gujarati
262
વિવેચન–૪૫
તે ભિક્ષુ૦ આદિ પૂર્વવત્. ગાથાર્થ કહ્યો, વિશેષ આ – બીજ - શાલિ આદિ, તેના ઉપર રહેલ આહાર, શયન આદિ લેવા. રૂઢ - અંકુરા ફૂટેલા બીજ, જાત - સ્તંબીભૂત, હરિત - દૂર્વા આદિ, છિન્ન - કુહાડી આદિથી વૃક્ષ થકી પૃથક્ સ્થાપિત ભીના અને અપરિણત તેના અંગો, સચિત્ત - ઈંડા આદિ, કોલ - ઘુણ, પ્રતિષ્ઠિત - તેની ઉપર રહેલ. તેના ઉપર શું ન કરે? ગમન - એકથી બીજે સ્થાને જવું. સ્થાન - ઉભવું, નિષિદન - બેસવું, ત્વગ્વર્તન - સૂવું. એ બધું સ્વયં ન કરે ઈત્યાદિ.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit