Pramāṇa · Search · About · API

Dasaveyaliya 263

Dasaveyāliya: ṭīkānusārī vivecana 263

Language
Gujarati

263

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૬ [૪/૪૬]
સંયત, વિરત, પ્રતિહત અને પ્રત્યાખ્યાત પાપકર્મી ભિક્ષુ કે ભિક્ષુણી દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સૂતા કે જાગતા, - - કીટ, પતંગ, કુથું કે કીડીને - - હાથ પગ, બાહુ, ઉરુ, ઉદર, મસ્તક, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રૌંછનક, રજોહરણ, ગુચ્છા, ઉડગ, દંડક, પીઠક, ફલક, શય્યા, સંસ્તારક કે બીજા તેવા પ્રકારના ઉપકરણ ઉપર ચડી જાય તો યતનાપૂર્વક પ્રતિલેખી - પ્રતિલેખી, પ્રમાર્જી - પ્રમાર્જી એકાંત સ્થાને લઈ જઈને રાખી દે પણ ભેગા કરીને ઘાત ન પહોંચાડે.

Linked texts (1)