Pramāṇa · Search · About · API

Dasaveyaliya 265

Dasaveyāliya: ṭīkānusārī vivecana 265

Language
Gujarati

265

‘દશવૈકાલિક’ સૂત્ર–૪૭ થી ૫૫ [૪/૪૭ થી ૫૫]
જે સાધુ-સાધ્વી [૪૭] અજયણાથી ગમન કરતા૦, [૪૮] અજયણાથી ઉભા રહેતા૦, [૪૯] અજયણાથી બેસતા૦ [૫૦] અજયણાથી સૂતા૦, [૫૧] અજયણાથી ખાતા૦ [૫૨] અજયણાથી બોલતા૦ ત્રસ + સ્થાવર જીવોની હિંસા કરે છે. (જેનાથી તે) પાપકર્મનો બંધ કરે છે, જે તેના માટે કટુ ફળ દેનાર થાય છે.
[૫૩] સાધુ-સાધ્વી કઈ રીતે ચાલે? કઈ રીતે ઊભે? કઈ રીતે બેસે? કઈ રીતે સૂવે? કઈ રીતે ખાય કે બોલે? તો પાપકર્મ ન બાંધે?
[૫૪] જયણાથી ચાલે, જયણાથી ઊભે, જયણાથી બેસે, જયણાથી સૂવે, જયણાથી ખાય, જયણાથી બોલે, તો તે પાપકર્મ ન બાંધે.
[૫૫] જે બધાં જીવોને આત્મતુલ્ય માને, સમ્યગ્‌ દૃષ્ટિથી જુએ, આશ્રવોને રોકે અને દાંત હોય તે પાપકર્મને બાંધતો નથી.

Linked texts (1)