Pramāṇa · Search · About · API

Dasaveyaliya 268

Dasaveyāliya: ṭīkānusārī vivecana 268

Language
Gujarati

268

વિવેચન–૫૬ થી ૫૯
પહેલું જ્ઞાન - જીવનું સ્વરૂપ જાણીને તેના રક્ષણનો ઉપાય સમજવો તે. પછી તથાવિધ જ્ઞાન ભણીને દયા - સંયમ, તેની એકાંત ઉપાદેયતાથી ભાવથી તેમાં પ્રવૃત્તિ થાય છે. એ પ્રકારે જ્ઞાનપૂર્વક ક્રિયાના સ્વીકાર રૂપે બધાં પ્રવ્રજિત રહે. જે અજ્ઞાની છે - સાધ્યના ઉપાયના જ્ઞાનથી રહિત છે, તે શું કરશે? અંધની માફક બધે પ્રવૃત્તિ-નિવૃત્તિ નિમિત્તનો અભાવ થશે. અથવા શું કરતો જાણે કે આ નિપુણ હિત કાલોચિત છે કે તેથી ઊલટું છે. તેથી તેનું કરેલું પણ ભાવથી ન કર્યા જેવું છે. કેમકે સમગ્ર નિમિત્તનો અભાવ છે. - X - તેથી જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ. તથા કહે છે કે –
સાંભળીને સાધન - સ્વરૂપ - વિપાકને જાણે છે. મોક્ષને પામે છે અથવા કલ્યાણ એટલે દયા જે સંયમ સ્વરૂપ છે. તથા સાંભળીને જે પાપ - અસંયમ સ્વરૂપને જાણે છે. સાંભળ્યા વિના નહીં. જેથી આ પ્રમાણે જાણીને સાધુએ નિપુણ હિત કાલોચિતને આચરવું. આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે–જે પૃથ્વીકાયિકાદિ ભેદવાળા જીવોને જાણતો નથી. સંયમ ઉપઘાતી મદ્ય - હિરણ્યાદિ અજીવને જાણતો નથી. તે જીવાજીવને ન જાણનારો સંયમને કઈ રીતે જાણશે? તેથી જે જીવોને જાણે, અજીવોને પણ જાણે. એવો જીવાજીવનો જ્ઞાતા જ સંયમને જાણશે.

Linked texts (1)