Pramāṇa · Search · About · API

Dasaveyaliya 269

Dasaveyāliya: ṭīkānusārī vivecana 269

Language
Gujarati

269

‘દશવૈકાલિક’ સૂત્ર–૬૦ થી ૭૧ [૪/૬૦ થી ૭૧]
[૬૦] જે જીવને અને અજીવને, બંનેને વિશેષરૂપે જાણે છે, ત્યારે સર્વે જીવોની બહુવિધ ગતિને જાણે છે.
[૬૧] જ્યારે સર્વે જીવોની બહુવિધ ગતિને જાણે છે, ત્યારે પુન્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે છે.
[૬૨] જ્યારે પુન્ય, પાપ, બંધ અને મોક્ષને જાણે છે ત્યારે જે દિવ્ય અને જે માનવીય ભોગ છે, તેનાથી વિરક્ત થાય છે.
[૬૩] જ્યારે તે ઉક્ત ભોગોથી વિરક્ત થાય છે ત્યારે બાહ્ય અને અભ્યંતર સંયોગોનો ત્યાગ કરે છે.
[૬૪] જ્યારે તે ઉક્ત સંયોગોનો ત્યાગ કરે છે, ત્યારે મુંડ થઈને અનગાર ધર્મમાં પ્રવ્રજિત થાય છે.
[૬૫] જ્યારે ઉક્ત રીતે પ્રવ્રજિત થાય છે, ત્યારે ઉત્કૃષ્ટ સંવરરૂપ અનુત્તર ધર્મને સ્પર્શે છે.
[૬૬] જ્યારે ઉક્ત અનુત્તર ધર્મને સ્પર્શે છે, ત્યારે અબોધિરૂપ પાપ દ્વારા કરેલ કર્મરજને ખંખેરી દે છે.
[૬૭] જ્યારે ઉક્ત કર્મરજને ખંખેરી દે છે, ત્યારે સર્વત્રક જ્ઞાન અને દર્શનને પામી લે છે.
[૬૮] જ્યારે સર્વત્રક જ્ઞાન-દર્શનને પામે, ત્યારે તે જિન અને કેવલી થઈને લોક અને અલોકને જાણે છે.
[૬૯] જ્યારે એ રીતે લોકાલોકને જાણે છે, ત્યારે યોગનિરોધ કરીને શૈલેશીપણાને પામે છે.
[૭૦] જ્યારે ઉક્ત રીતે શૈલેશીપણાને પામે છે, ત્યારે કર્મો ખપાવીને, રજમુક્ત થઈ, સિદ્ધિને પામે છે.
[૭૧] જ્યારે ઉક્ત રીતે સિદ્ધિને પામે છે, ત્યારે લોકના મસ્તકે સ્થિત થઈને શાશ્વત સિદ્ધ થાય છે.

Linked texts (1)