Dasaveyaliya 270
Dasaveyāliya: ṭīkānusārī vivecana 270
- Language
- Gujarati
270
વિવેચન–૬૦ થી ૭૧
હવે છઠ્ઠા અધિકારમાં ધર્મનું ફળ કહે છે – ગાથાર્થ અતિ સ્પષ્ટપણે કહેલ છે, તેથી વિવેચનમાં વૃત્તિનો માત્ર વિશેષાર્થ કહેલ છે. જયા - જે કાળમાં વિજાનાતિ - વિવિધને જાણે છે. તદા - તે કાળમાં, ગતિ - નરક ગતિ આદિ રૂપ, બહુવિધ - સ્વ કે પરના ભેદથી અનેક પ્રકારે સર્વ જીવોને જાણે છે. કેમકે યથાવસ્થિત જીવાજીવના જ્ઞાન સિવાય ગતિ પરિજ્ઞાનનો અભાવ છે. હવે ઉત્તરોત્તર ફળ વૃદ્ધિને કહે છે – પુન્યપાપ તે બહુવિધ ગતિ નિબંધક છે. બંધ - જીવને કર્મના યોગથી દુઃખ દેનાર છે. મોક્ષ - તેના વિયોગથી સુખરૂપ જાણે છે. નિર્વિન્તે - મોહના અભાવથી, સમ્યગ્ રીતે વિચારતા, અસાર દુસ્વરૂપતાથી વૈરાગ્ય પામે છે. ભોગ - શબ્દાદિ, સંયોગ - દ્રવ્યથી અને ભાવથી. અભ્યંતર - તે ક્રોધાદિ, બાહ્ય - તે હિરણ્ય આદિ. પ્રવ્રજિત - પ્રકર્ષથી મોક્ષ પ્રતિ જાય છે, તેથી દ્રવ્યથી અને ભાવથી અણગાર કહેવાય છે. અણગાર - જેમને ઘર વિદ્યમાન નથી તે. ધર્મ - સર્વ પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ અર્થાત્ ચારિત્રધર્મ. સ્પૃશતિ - સારી રીતે ચારિત્રને પાળે છે. ધૂનોતિ - અનેકાર્થત્વથી કર્મરજને દૂર કરે છે. રજ - કર્મો જ આત્માને રંગવાથી રજ છે. અબોધિકલુષકૃતમ્ - અબોધિ કલુષ અર્થાત્ મિથ્યાદૃષ્ટિ વડે પામેલ. સર્વત્રગ - તમામ જાણવા યોગ્ય. અધિગચ્છતિ - આવરણના અભાવે અધિકતાથી પામે છે. લોક - ચૌદ રાજપ્રમાણ. શૈલેશી - ભવોપગ્રાહી કર્માંશોના ક્ષયને માટે કરેલ અવસ્થા વિશેષ. સિદ્ધિ - લોકાંતક્ષેત્ર રૂપ. નિરજ - સર્વે કર્મરજથી વિમુક્ત. લોકમસ્તક - ત્રિલોકની ઉપરવર્તી. શાશ્વત - કર્મબીજના અભાવથી અનુત્પત્તિ ધર્મા.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit