Pramāṇa · Search · About · API

Dasaveyaliya 271

Dasaveyāliya: ṭīkānusārī vivecana 271

Language
Gujarati

271

‘દશવૈકાલિક’ સૂત્ર–૭૨ થી ૭૫ [૪/૭૨ થી ૭૫]
[૭૨] જે શ્રમણ સુખનો રસિક છે, સાતાને માટે આકુળ છે, અત્યંત નિદ્રા લેનાર છે, વારંવાર હાથ-પગ ધોનાર છે, તેની સુગતિ દુર્લભ છે.
[૭૩] જે શ્રમણ તપોગુણમાં પ્રધાન છે, ઋજુમતિ છે, ક્ષાંતિ અને સંયમમાં રત છે, પરીષહોને જિતનાર છે, તેની સુગતિ સુલભ છે.
[૭૪] તે પાછલી અવસ્થામાં પ્રવ્રજિત થયેલ હોય તો પણ જેને તપ, સંયમ, ક્ષાંતિ અને બ્રહ્મચર્ય પ્રિય છે, તે જલદી જ દેવલોકમાં જાય છે.
[૭૫] એ રીતે દુર્લભ શ્રમણત્વને પામીને સમ્યક્‌ દૃષ્ટિ અને સદા યતનાશીલ સાધુ આ છ જીવનિકાયની કર્મથી વિરાધના ન કરે.

Linked texts (1)