Pramāṇa · Search · About · API

Dasaveyaliya 272

Dasaveyāliya: ṭīkānusārī vivecana 272

Language
Gujarati

272

વિવેચન–૭૨ થી ૭૫
આ ધર્મફળ જેને સુલભ છે, તે બતાવે છે – સુખ એટલે સંસાર સંબંધી વિષય, તેનો આસ્વાદક સાધુ હોય. શ્રમણ - દ્રવ્ય પ્રવ્રજિત, સાતાકુલ - ભાવિ સુખાર્થે વ્યાક્ષિપ્ત, નિકામશાયિ - સૂત્રાર્થની વેળાને પણ ઉલ્લંઘીને સૂનાર. ઉત્સોલનાપ્રધાવી - ઘણાં જ જળ વડે પગ આદિને ધોનાર. દુર્લભ - દુષ્પ્રાપ્ય, સુગતિ - સિદ્ધિ પર્યન્ત, તાદ્દશ - ભગવંતની આજ્ઞાનો લોપ કરનારા.
હવે જેને ધર્મફળ સુલભ છે, તેને બતાવે છે – તપોગુણ - છઠ્ઠ અઠ્ઠમ આદિ તપોધનવાળા. ઋજુમતિ - માર્ગ પ્રવૃત્ત બુદ્ધિવાળો. સંયમરત - સંયમનું આસેવન કરનાર. પરીષહ - ભૂખ, તરસ ઈત્યાદિ ગુણવાનને ભગવંતની આજ્ઞાકારી એવી સુગતિ સુલભ છે.
(ગાથા-૭૪ એ પ્રક્ષેપગાથા છે. તેની વ્યાખ્યા વૃત્તિકાર કે ચૂર્ણિકારે કરેલ નથી.) આ મહાર્થ છ જીવનિકાયનો વિધિથી ઉપસંહાર કરે છે.
આ પ્રતિપાદિત અર્થરૂપ ‘છ જીવનિકાય’ અધ્યયનની વિરાધના ન કરે. (કોણ?) સમ્યગ્દૃષ્ટિ - તત્ત્વ શ્રદ્ધાવાન જીવ, સર્વકાલ પ્રયત્ન વાળો મુનિ, દુર્લભ એવા શ્રામણ્યને પામીને. શ્રામણ્ય - છ જીવનિકાયના સંરક્ષણ રૂપ. કર્મણા - મન, વચન, કાયાની ક્રિયાથી પ્રમાદ વડે ખંડિત ન કરે. અપ્રમત્તને જો કોઈ વખત વિરાધના થાય તો તે દ્રવ્ય વિરાધના છે, તેથી તેને અવિરાધના જાણવી. - X - X - વળી સૂક્ષ્મ જીવોની વિરાધના થતી નથી. શેષ કથન પૂર્વવત્‌ જાણવું. અધિકૃત અધ્યયનના પર્યાય શબ્દોને બતાવે છે –

Linked texts (1)