Pramāṇa · Search · About · API

Dasaveyaliya 276

Dasaveyāliya: ṭīkānusārī vivecana 276

Language
Gujarati

276

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૩૫ થી ૨૪૫ + વિવેચન [૫/૨૩૫ થી ૨૪૫ + વિવેચન]
પિંડ અને એષણા એ ‘દ્વિપદ’ નામ છે. ઉક્ત સંબંધ આ અધ્યયનનો જાણવો. બંને પદના ચાર-ચાર નિક્ષેપા નામ આદિ કરવા. અધિકૃત પ્રરૂપણાને કહે છે – નામપિંડ, સ્થાપનાપિંડ, દ્રવ્યપિંડ, ભાવપિંડ. નામ અને સ્થાપના ગૌણ છે. દ્રવ્યપિંડ તે ગોળ, ઓદન આદિ. ભાવપિંડમાં ક્રોધાદિ ચાર લેવા. હવે તેનો અન્વર્થ કહે છે – એકઠાં થયેલા અને થતા વિપાક પ્રદેશ એ બંનેના ઉદયથી સંચિત ક્રોધાદિ. સંસારી જીવોને જ્ઞાનાવરણ આદિ આઠ કર્મો વડે ચાર ગતિમાં જોડે છે, તેથી ક્રોધાદિ પિંડ છે. પિંડ કહ્યો.
હવે એષણા કહે છે – તેમાં પણ નામ, સ્થાપના છોડીને દ્રવ્ય એષણા કહે છે. તે ત્રણ ભેદે છે – સચિત્ત, અચિત્ત, મિશ્ર. અનુક્રમે તે દ્વિપદ, ચતુષ્પદ, અપદ અર્થાત્‌ મનુષ્ય, પશુ અને વૃક્ષને જાણવા. સુવર્ણમુદ્રા લેવાથી અચિત્ત દ્રવ્યૈષણા અને અલંકૃત દ્વિપદાદિ વિષયક મિશ્ર દ્રવ્યૈષણા જાણવી.
હવે ભાવૈષણા કહે છે – તે બે ભેદે, પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રશસ્ત - જ્ઞાનાદિ એષણા, અપ્રશસ્ત - ક્રોધાદિ એષણા. હવે ચાલુ યોજના કહે છે – જ્ઞાનાદિને ઉપકારીપણાથી અહીં દ્રવ્યૈષણા વડે અધિકાર છે. તેની હેય અને ઉપાદેય બે રીતે અર્થયોજના ‘પિંડનિર્યુક્તિ’થી જાણવી. તે પૃથક્‌ સ્થાપનાથી મેં વ્યાખ્યાયિત કરેલ છે, તેથી અહીં વ્યાખ્યા કરતા નથી.
પિન્ડૈષણાના ઉદ્ગમાદિ ભેદોને સંક્ષેપમાં નવ કોટીમાં કહે છે – પોતે સ્વયં ન હણે, ન રાંધે, ન ખરીદ કરે. બીજા પાસે ન હણાવે, ન રંધાવે, ન ખરીદાવે. હણનાર, રાંધનાર, ખરીદનારની અનુમોદના ન કરે, તે નવ. - X - આ નવે પ્રકારની પિન્ડૈષણા બે ભેદે કરાય છે –
(૧) ઉદ્ગમકોટી, (૨) વિશોધિ કોટી. તેમાં હણવું - હણાવવું - અનુમોદવું, રાંધવું - રંધાવવું - અનુમોદવું તે જ ઉદ્ગમકોટી અને અવિશોધિ કોટી છે. ખરીદવું - ખરીદાવવું - અનુમોદવું એ ત્રણ વિશોધિકોટીમાં સમાય છે. આ જ વાત ભાષ્યકાર કહે છે – કોટી બે ભેદે છે, પૂર્વવત્‌. વિશોધિકોટીમાં ખરીદવું આદિ ત્રણ પ્રકારે છે, તે અનેક રીતે - ઔઘ ઔદ્દેશિકાદિ છે. છ કોટી કહે છે – સંપૂર્ણ જ ઔદ્દેશિક છેલ્લા ત્રણ છે. કર્મૌદ્દેશિક પાખંડ, શ્રમણ, અને નિર્ગ્રન્થ વિષયક. પૂતિ - આહાર અને પાણી દોષિત હોય, તે જ છે. મિશ્ર ગ્રહણ કરવાથી પાખંડ શ્રમણ નિર્ગ્રન્થ એ ત્રણેનું સાથે છે. તે ચરમ પ્રાભૃતિકા અર્થાત્‌ બાદર છે. હવે રાગાદિ યોજનાથી કોટી સંખ્યા કહે છે – નવ, અઢાર, સત્તાવીશ, ચોપન, નેવું, બસો સીતેર કોટી છે. ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી જાણવો. તે આ રીતે – નવ કોટીને રાગ અને દ્વેષ વડે ગુણતા ૧૮ થાય. તે નવને મિથ્યાત્વ, જ્ઞાન, અવિરતિથી ગુણતા - ૨૭ ભેદ થાય. ૨૭-ને રાગ-દ્વેષથી ગુણતા ૫૪ ભેદ. તે જ નવને દશવિધ શ્રમણધર્મથી ગુણતા વિશુદ્ધ ૯૦ ભેદ થાય. નેવુને જ્ઞાન, દર્શન, ચારિત્રથી ગુણતાં ૨૭૦ ભેદો થાય. નામનિષ્પન્ન નિક્ષેપો કહ્યો. - X - હવે સૂત્ર કહે છે –
અધ્યયન-૫, ઉદ્દેશો-૧