Pramāṇa · Search · About · API

Dasaveyaliya 283

Dasaveyāliya: ṭīkānusārī vivecana 283

Language
Gujarati

283

‘દશવૈકાલિક’ સૂત્ર–૮૭ થી ૯૩ [૫/૧/૮૭ થી ૯૩]
[૮૭] માર્ગમાં શ્વાન, નવપ્રસૂતા ગાય, ઉન્મત બળદ, અશ્વ, હાથી, બાલક્રીડાસ્થાન, કલહ અને યુદ્ધનો દૂરથી જ ત્યાગ કરે.
[૮૮] મુનિ ઉન્નત, અવનત, હર્ષિત કે આકુળ થઈ ન ચાલે, પણ ઈન્દ્રિયોના વિષયને દમન કરીને ચાલે.
[૮૯] ઉચ્ચ-નીચ કુળોમાં ગૌચરીને માટે મુનિ સદા જલદી-જલદી ન ચાલે, હાસ્ય કરતા કે બોલતા-બોલતા ન ચાલે.
[૯૦] ઝરોખા, થિગ્ગલદ્વાર, સંધિ, જળગૃહ કે શંકા ઉત્પન્ન કરે તેવા સ્થાનને ઝાંકતો ન ચાલે, પણ તેનું વર્જન કરે.
[૯૧] રાજા, ગૃહપતિ, આરક્ષકના રહસ્ય સ્થાનને તથા સંકલેશ્વર સ્થાનોને દૂરથી છોડી દે.
[૯૨] પ્રતિક્રુષ્ટ કુળોમાં ન પ્રવેશે, મામક ગૃહને છોડી દે. અપ્રીતિકર કુળોમાં ન પ્રવેશે પણ પ્રીતિકર કુળોમાં જાય.
[૯૩] આજ્ઞા લીધા વિના શણના બનેલ પડદાં તથા વસ્ત્રાદિથી ઢાંકેલા દ્વારને સ્વયં ખોલે નહીં, કમાડ પણ ન ઉઘાડે.

Linked texts (1)