Pramāṇa · Search · About · API

Dasaveyaliya 284

Dasaveyāliya: ṭīkānusārī vivecana 284

Language
Gujarati

284

વિવેચન–૮૭ થી ૯૩
ગાથાર્થ કહ્યો જ છે. વિશેષ વૃત્તિ આ પ્રમાણે – સૂતા એટલે તાજી જ પ્રસૂતા, દપ્ત - દર્પિત, ઉન્મત્ત એવા બળદ, અશ્વ, હસ્તી. સંડિમ્મ - બાળક્રીડા સ્થાન. કલહ - ઝઘડા. યુદ્ધ - ખડ્ગ આદિને દૂરથી છોડવા, કેમકે આત્મસંયમ વિરાધના ન સંભવે. કૂતરાદિ દ્વારા આત્મવિરાધના, બાળક આદિના સ્થાનમાં સંયમ વિરાધના સંભવે છે ઈત્યાદિ. હવે વિધિ કહે છે – ઉનુજાત - દ્રવ્યથી આકાશમાં જોતો ન ચાલે, ભાવથી જાતિ આદિ અભિમાન ન કરે. અવનત - દ્રવ્યથી નીચું જોઈને ન ચાલે, ભાવથી લબ્ધિ આદિ રહિત હોવાથી દીનપણું બતાવતો ન ચાલે. અનાકુલ - ક્રોધ આદિ રહિત. દમયિત્વા - સ્પર્શાદિમાં રાગ-દ્વેષ રહિત. આ પ્રમાણે ન વર્તે તો ઘણાં દોષો સંભવે છે - દ્રવ્યોન્નતની લોકમાં હાંસી થાય છે. ભાવોન્નત ઈર્યાસમિતિ ન પાળે. ભાવ અવનત ક્ષુદ્ર સત્વ હોય. હસતો હોય તે સ્ત્રીના દર્શનથી આસક્ત લાગશે. અદાંત - દીક્ષાને યોગ્ય નથી.
વળી - ઉચ્ચકુળ એટલે દ્રવ્યથી ઘોળેલા ઊંચા ઘરો, ભાવથી જાતિ આદિ યુક્ત. નીચ કુળ - દ્રવ્યથી ઝુંપડીવાસી, ભાવથી જાત્યાદિથી હીન. દોષ કહે છે – ઉભય વિરાધના અને લોક ઉપઘાતાદિ થાય. આમાં જ વિધિ કહે છે – અવલોક - ઝરુખો, થિગ્ગલ - ચણી લીધેલ દ્વારાદિ. ઈત્યાદિ - X - ભિક્ષાર્થે જતાં વિશેષથી ન જુએ. કેમકે કંઈ નુકસાન થાય તો સાધુ ઉપર શંકા ઉપજે. રાજ્ઞ - ચક્રવર્તી આદિ, ગૃહપતિ - શ્રેષ્ઠી વગેરેના - X - રહસ્ય સ્થાનો, ગુહ્ય મંત્રણા સ્થાનોને - X - દૂરથી જ છોડી દે. વળી - પ્રતિકુષ્ટ - બે ભેદે – (૧) ઈત્વર - સૂતક ગૃહ, (૨) યાવત્‌ કથિક - અભોજ્ય, આ ઘરોમાં ન પ્રવેશે. કેમકે શાસનની લઘુતા થાય. મામક - ગૃહપતિએ આવવાની મનાઈ કરી હોય તેવા ઘર, ત્યાં ભંડન આદિ સંભવે છે. અપ્રીતિકુલ - જ્યાં પ્રવેશતા સાધુ પ્રત્યે અપ્રીતિ ઉપજે છે, તે ઘેર ન જાય. ત્યાં સંક્લેશનું નિમિત્ત થાય છે. પ્રીતિવાળા કુળમાં અનુગ્રહ માટે પ્રવેશે.
શાણી-અતસી કે વલ્કનો પડદો. પ્રાવાર - કંબલાદિ લક્ષણ. ઈત્યાદિથી બંધ દ્વારને સાધુ સ્વયં ન ઉઘાડે. કેમકે અંદર ગૃહસ્થો ભોજનાદિ ક્રિયા કરતા હોય તેમને દ્વેષ થાય. બારણાને ઉઘાડીને સાધુ ન જાય. જો અગાઢ પ્રયોજન હોય તો ‘ધર્મલાભ’ વિધિથી કહીને પ્રવેશ કરે.

Linked texts (1)