Pramāṇa · Search · About · API

Dasaveyaliya 286

Dasaveyāliya: ṭīkānusārī vivecana 286

Language
Gujarati

286

વિવેચન–૯૪
ગાથાર્થ કહ્યો. આ વિષયમાં વૃદ્ધ સંપ્રદાય આ પ્રમાણે છે – સાધુ ગૌચરી માટે જતાં પહેલાં મળ-મૂત્રની સંજ્ઞા ટાળીને નીકળે. જો તેમ ન કરેલ હોય કે કરવા છતાં ફરી શંકા થાય તો મળ-મૂત્રને રોકે નહીં. કેમકે મૂત્ર નિરોધમાં આંખને ઉપઘાત થાય, મળ નિરોધમાં જીવિતનો ઘાત થાય. વળી આત્મવિરાધના થાય. - X - તેથી સંઘાટકને પોતાના પાત્રા સોંપીને વસતીમાંથી પાણી લઈને સંજ્ઞાભૂમિમાં વિધિથી મળ-મૂત્રનો ત્યાગ કરે. વિસ્તારથી જાણવા ઓઘનિર્યુક્તિ જોવી.

Linked texts (1)