Pramāṇa · Search · About · API

Dasaveyaliya 287

Dasaveyāliya: ṭīkānusārī vivecana 287

Language
Gujarati

287

‘દશવૈકાલિક’ સૂત્ર–૯૫ થી ૯૭ [૫/૧/૯૫ થી ૯૭]
[૯૫] નીચા દ્વારવાળા કે અંધારા ઓરડામાં ગૌચરી ન લે. કેમકે ત્યાં નેત્રો દ્વારા પોતાનો વિષય ગ્રહણ ન થાય, પ્રાણીને જોઈ ન શકે.
[૯૬] જે કોઠામાં પુષ્પ, બીજ આદિ વિખરાયેલ હોય, જ્યાં તત્કાળ લીંપાયેલ હોય, ભીનું દેખાય, તો ત્યાં પ્રવેશ ન કરે.
[૯૭] સંયમી સાધુ ઘેટાં, બાળક, કૂતરા કે વાછરડાને ઓળંગીને કે ખસેડીને તે ઓરડામાં પ્રવેશ ન કરે.

Linked texts (1)