Pramāṇa · Search · About · API

Dasaveyaliya 288

Dasaveyāliya: ṭīkānusārī vivecana 288

Language
Gujarati

288

વિવેચન–૯૫ થી ૯૭
જેમાં નિર્ગમ કે પ્રવેશ નીચો હોય, અંધારાવાળા ઓરડા હોય ત્યાં સાધુ ભિક્ષા ન લે. સામાન્યથી ત્યાં પડેલ વસ્તુ અંધારામાં ન દેખાય. અર્થાત્‌ જીવો દુષ્પ્રત્યુપેક્ષણીય થાય, ઈર્યાની શુદ્ધિ ન થાય. જ્યાં જાતિ પુષ્પાદિ, શાલિ બીજાદિ વીખરાયેલા હોય, જે પરિહરવા શક્ય ન હોય, તેવા કોઠાર કે દ્વારમાં તથા તાજુ લીંપણ હોય, ભીનાશ હોય, તે જોઈને તેને દૂરથી જ પરિવર્જે. શક્ય ન હોય તો ત્યાં ધર્મલાભ કહે. જેથી સંયમ અને આત્મવિરાધનાનો દોષ ન લાગે. બાકી સુગમ છે.

Linked texts (1)