Pramāṇa · Search · About · API

Dasaveyaliya 290

Dasaveyāliya: ṭīkānusārī vivecana 290

Language
Gujarati

290

વિવેચન–૯૮ થી ૧૦૧
આ વિધિ વિશેષથી કહે છે – સાધુ ગૃહસ્થને ઘેર સ્ત્રીની સાથે દૃષ્ટિ ન મેળવે. કેમકે તેથી રાગની ઉત્પત્તિ અને લોકોપઘાત દોષ થાય. દેનારના આગમન માત્ર દેશને જુએ, અન્યથા ચૌર આદિની શંકા થાય. ગૃહ પર્ષદામાં પણ ન જુએ, કેમકે મલીન વેશથી તેઓને અપ્રીતિ થાય. કંઈ ન મળે તો પણ દીન વચન ઉચ્ચાર્યા વિના ગૃહસ્થના ઘેરથી બહાર નીકળી જાય.
ગૃહસ્થે અનુજ્ઞા ન આપી હોય, જ્યાં બીજા ભિક્ષાચારો ન જતાં હોય, તેવી ભૂમિમાં ગૌચરી ગયેલો સાધુ ન જાય. પણ ઉત્તમાદિ કુળ જાણીને અનુજ્ઞાત ભૂમિમાં જાય, જેથી અપ્રીતિ ન થાય. તે જ પરિમિત ભૂમિમાં સૂત્રોક્ત વિધિથી પ્રત્યુપેક્ષા કરે. અહીં વિચક્ષણ શબ્દથી કેવલ અગીતાર્થને ભિક્ષાટનનો પ્રતિષેધ કરેલ છે. સ્નાનાદિ ભૂમિને સંલોકે નહીં, તેથી પ્રવચનની લઘુતા થાય અને નગ્ન સ્ત્રીના દર્શનથી રાગાદિ ભાવ થાય. આદાન - માર્ગ, જળ અને માટી લાવવાનો માર્ગ. સચિત્તને પરિવર્જીને અનંતરોક્ત દેશમાં ઊભો રહે. શબ્દાદિ વિષયોથી અનાક્ષિપ્ત ચિત્ત થઈને રહે.

Linked texts (1)