Dasaveyaliya 297
Dasaveyāliya: ṭīkānusārī vivecana 297
- Language
- Gujarati
297
‘દશવૈકાલિક’ સૂત્ર–૧૧૨ થી ૧૧૯ [૫/૧/૧૧૨ થી ૧૧૯]
[૧૧૨] જ્યાં બે સ્વામી કે ઉપભોક્તા હોય, તેમાંથી એક નિમંત્રણા કરે, તો મુનિ તે દેવાતા આહારને ન ઈચ્છે. બીજાના અભિપ્રાયને જુએ.
[૧૧૩] જો બંને સ્વામી કે ઉપભોક્તા હોય, બંને નિમંત્રણા કરે અને જો તે એષણીય હોય તો તેને સ્વીકારે.
[૧૧૪] ગર્ભવતી સ્ત્રી માટે તૈયાર કરાયેલ વિવિધ પાન-ભોજન તેના ઉપભોગના હોય તો વર્જે, પણ જો ખાતા વધેલ હોય તો ગ્રહણ કરે.
[૧૧૫] કદાચ પૂરા મહિનાવાળી ગર્ભવતી મહિલા આહાર આપવાને માટે ઊભી હોય અને બેસે કે બેઠેલી હોય અને ઊભા થાય.
[૧૧૬] તે આહાર-પાન સંયતને ન કલ્પે. તેથી દેનારીને નિષેધ કરીને કહે કે – ‘મને આવો આહાર કલ્પતો નથી.’
[૧૧૭] સ્તનપાન કરાવતી સ્ત્રી જો બાલક કે બાલિકાને રોતાં છોડીને ભોજન-પાન લાવે.
[૧૧૮] સંયતને તે આહાર-પાણી અકલ્પ્ય છે૦ આદિ ૧૧૬ મુજબ.
[૧૧૯] જે આહાર-પાણીના કલ્પ્ય-અકલ્પ્યપણામાં શંકિત હોય, તે દેનારીનો મુનિ નિષેધ કરે અને કહે કે મને તેવા પ્રકારે કલ્પતું નથી.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit