Dasaveyaliya 298
Dasaveyāliya: ṭīkānusārī vivecana 298
- Language
- Gujarati
298
વિવેચન–૧૧૨ થી ૧૧૯
બે માણસ એક વસ્તુના સ્વામી હોય, તેમાં એક તે વસ્તુના દાન માટે નિમંત્રે, તો દેવાતા તે આહારને ઉત્સર્ગથી ન ઈચ્છે. પણ બીજાના અભિપ્રાયની રાહ જુએ. તેની દૃષ્ટિ - હોઠ આદિ આકારથી તેને આ દેવાતું દાન ઈષ્ટ છે કે નહીં તે જોઈને ગ્રહણ કરવા કે ન કરવા વિચારે. - X - બંને ખાતા કે ખવડાવતા હોય, બંને સ્વ-ઈચ્છાથી નિમંત્રણા કરે ત્યારે આ વિધિ છે - જો એષણીય-દોષરહિત હોય તો અપાતું ગ્રહણ કરે.
વિશેષ કહે છે – ગર્ભવતી માટે તૈયાર કરાયેલ અનેક પ્રકારના દ્રાક્ષપાન, ખંડ, ખાદ્યકાદિ હોય, તે ખવાતું હોય તો ન લેવું, જેથી તેણીને અલ્પપણાથી અભિલાષ નિવૃત્ત ન થતાં ગર્ભપતનાદિ દોષ ન થાય. પણ ખાધા પછી વધેલ હોય તો સ્વીકારે. કેમકે તેણીનો અભિલાષ પૂરો થયો હોય છે. એ પ્રમાણે નવ માસવાળી ગર્ભવતી સ્ત્રી સાધુ નિમિત્તે ઊભી થાય કે બેસે અને આહારાદિ આપે, તો તેવા ભોજન-પાન સંયતોને ન કલ્પે. અહીં સ્થવિરકલ્પીને તે દેનારી ઉઠ-બેસ કર્યા વિના આપે તો કલ્પે. જિનકલ્પીને તો ગર્ભ રહે તે પહેલાં દિવસથી સર્વથા અકલ્પ્ય જ છે. બાળક કે બાલિકાને સ્તનપાન કરાવતી હોય તો, અહીં નપુંસક પણ સમજી લેવું. આ બાળક આદિને ભૂમિ ઉપર રડતાં મૂકીને જો ભોજન-પાન લાવે તો લેવા ન કલ્પે. વૃદ્ધ સંપ્રદાય એવો છે કે –
ગચ્છવાસી સાધુ, દૂધ પીતા બાળકને મૂકીને વહોરાવે તો ન લે, પણ જો બીજી કોઈ સ્તનપાન કરાવતી હોય તો બાળક ન રડતો હોય તો આહારાદિ ગ્રહણ કરે, જો રડતો હોય તો ગ્રહણ ન કરે. જો બાળક ત્યારે સ્તનપાન ન કરતું હોય, પણ સ્તનપાન યોગ્ય હોય અને રડે તો લેવું ન કલ્પે, ન રડે તો લેવું કલ્પે.
ગચ્છ નિર્ગત અર્થાત્ જિનકલ્પી મુનિ હોય તો ધાવવા યોગ્ય બાળક રડે કે ન રડે, સ્તનપાન કરતું હોય કે ન કરતું હોય, તો પણ તેણીના હાથે લેવું ન કલ્પે, ઈત્યાદિ - X - કેમકે બાળકને ભૂમિ ઉપર મૂકતા કે પાછો લેતા અસ્થિરપણું થાય તો બાળકને દુઃખ થાય અથવા બિલાડી નાના અસમર્થ બાળકને માંસનો લોચો સમજીને પકડી લે. તેથી અનંતરોક્ત ભોજન-પાન સંયતોને અકલ્પિક છે. - X - X -
વધું શું કહેવું? ઉપદેશનો સાર કહે છે – જો આહાર-પાન કલ્પનીય કે અકલ્પનીય ધર્મવિષયક હોવા વિશે શંકિત હોય - તે ઉદ્ગમ આદિ દોષયુક્ત છે કે નહીં, તેવી શંકા હોય તો તેવું લેવું ન કલ્પે. દેનારનો નિષેધ કરીને કહે – મને તે પ્રકારનું લેવું ન કલ્પે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit