Dasaveyaliya 302
Dasaveyāliya: ṭīkānusārī vivecana 302
- Language
- Gujarati
302
વિવેચન–૧૨૨ થી ૧૨૯
અશન - ઓદનાદિ, પાનક - ઓસામણ આદિ, ખાદ્ય - લાડુ વગેરે, સ્વાદ્ય - હરડે આદિ, તે આમંત્રણ આદિથી જાણે અથવા બીજા પાસે સાંભળે કે આ આહાર દાનાર્થે - સાધુવાદ નિમિત્તે જે પાખંડીને કે દેશાંતરથી આવતા વણિક્ આદિને આપે છે, તેવા આહાર-પાનના દાનાર્થે પ્રવૃત્ત હોય તો તે સંયતોને કલ્પતા નથી. જો એ પ્રમાણેનું દાન આપે તો તેનો નિષેધ કરીને કહે કે મને તે પ્રકારનું કલ્પતું નથી.
એ પ્રમાણે ‘પુન્યાર્થે’ આપે - X - શિષ્ટ કુળોમાં વસ્તુતઃ પુન્યાર્થે જ રાંધવાદિ પ્રવૃત્તિ થાય છે, માટે ત્યાં ભિક્ષા ન જ ગ્રહણ કરે. તેઓ પિતૃકર્મ આદિની રસોઈ સિવાય તુચ્છ માણસ માફક થોડી રસોઈ બનાવતા નથી એવી શંકાનો ઉત્તર આપતા કહે છે – પોતાને ખાવા જેટલું રાખીને તે શિષ્ટજનો બાકી દેવા યોગ્ય પૂન્યાર્થે જ કાઢી મૂકેલ હોય તો તે આપે તો તે લેવું ન કલ્પે, પણ પોતાના નોકરાદિ માટે પણ હોય તો તેમાંથી સાધુને લેવાનો નિષેધ નથી. કેમકે તેમાં આરંભ દોષ નથી, આરંભ દોષ લાગે તેવા ઈચ્છાનુસાર દાનનો જ નિષેધ છે ઈત્યાદિ -
વનીપક એટલે કૃપણ, તેને માટે બનાવેલ હોય તો સાધુ કહે કે અમને આ પ્રકારે આહાર લેવો ન કલ્પે. શ્રમણ અર્થાત્ નિર્ગ્રન્થ, શાક્ય આદિ, તેમના માટે બનાવેલ હોય તે પણ લેવાનો નિષેધ કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit