Pramāṇa · Search · About · API

Dasaveyaliya 305

Dasaveyāliya: ṭīkānusārī vivecana 305

Language
Gujarati

305

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૩૨ થી ૧૩૯ [૫/૧/૧૩૨ થી ૧૩૯]
[૧૩૨] જો અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, પુષ્ય અને હરિત દુર્વાદિથી ઉન્મિશ્ર હોય.
[૧૩૩] તે ભોજન-પાન સંયમીને અકલ્પ્ય છે. દેનારીને તેનો નિષેધ કરીને કહે કે મને આવો આહાર કલ્પતો નથી. એ જ પ્રમાણે –
[૧૩૪] જે અશન આદિ સચિત્ત પાણી, ઉત્તિંગ કે પનક ઉપર રાખેલ હોય.
[૧૩૫] તેવા ભોજન-પાન સંયતને ન કલ્પે૦
[૧૩૬] જે અશનાદિ અગ્નિ ઉપર નિક્ષિપ્ત કે સ્પર્શિત હોય, તો તેવા સંઘટ્ટાવાળા.
[૧૩૭ થી ૧૩૯] ભોજન-પાન સંયતને ન કલ્પે૦ એ જ પ્રમાણે ચૂલામાંથી ઈંધણ કાઢીને, અગ્નિ ઉજ્વાલિત કરીને, પ્રજ્વાલિત કરીને, અગ્નિને ઠંડો કરીને, અન્નનો ઉભાર જોઈને તેને થોડો ઓછો કરીને અથવા પાણી નાંખીને અથવા અગ્નિને નીચે ઉતારીને આપે તો તેવા ભોજન-પાન સંયતને માટે અકલ્પ્ય છે. દેનારીનો નિષેધ કરીને કહે કે - મને આવો આહાર ન કલ્પે.

Linked texts (1)