Pramāṇa · Search · About · API

Dasaveyaliya 306

Dasaveyāliya: ṭīkānusārī vivecana 306

Language
Gujarati

306

વિવેચન–૧૩૨ થી ૧૩૯
ગાથાર્થ સ્પષ્ટ કહેલ છે. વિશેષ વૃત્તિ આ પ્રમાણે – પુષ્ય એટલે જાઈ, પાટલ આદિ. - X - X - જળ ઉપર નિક્ષિપ્ત બે ભેદે - અનંતર અને પરંપર. અનંતર તે નવનીત પૌદ્ગલિક આદિ, પરંપર - પાણીના ઘડા ઉપર મૂકેલ દહીં આદિનું વાસણ. - X - X - તેજસ્‌ - અગ્નિકાય, તેનો સંઘટ્ટો કરીને, જેટલામાં હું ભિક્ષા આપું, તેટલામાં અતિશય આતાપથી ઉદ્વર્તે નહીં. એમ વિચારી સંઘટ્ટાપૂર્વક આપી દે. - X - X - ઉસ્સક્કિય - જેટલામાં હું ભિક્ષા આપું, તેટલામાં ઠરી ન જાય માટે અગ્નિને ઉત્સિંચિત કરીને વહોરાવે. - X - X - ઉજ્જાલિય - એક વખત ઈંધણ ઉમેરે. પજ્જાલિય - વારંવાર ઈંધણ ઉમેરે. નિવ્વાવિય - દાહના ભયથી અગ્નિને બૂઝાવે, ઉરિસંચિય - અતિ ભરેલમાંથી ઉભરાવાના ભયે થોડું કાઢીને આપે. નિસ્સિંચય - અતિ ભરેલમાંથી થોડું પાણી ઉમેરીને તેમાંથી વહોરાવે. ઓવત્તિય - તે જ અગ્નિ ઉપર મૂકેલ વાસણથી વહોરાવે. ઓયારિય - દાહના ભયથી દાનાર્થે ઉતારીને આપે. અહીં કે બીજા સાધુ નિમિત્ત યોગથી અપાય તે ન કલ્પે. તેથી સાધુ દેનારીને પ્રતિષેધ કરે૦

Linked texts (1)