Dasaveyaliya 307
Dasaveyāliya: ṭīkānusārī vivecana 307
- Language
- Gujarati
307
‘દશવૈકાલિક’ સૂત્ર–૧૪૦ થી ૧૪૪ [૫/૧/૧૪૦ થી ૧૪૪]
[૧૪૦] જો કાષ્ઠ, શિલા કે ઈંટ સંક્રમણ કરવા માટે રાખેલ હોય અને તે અસ્થિર હોય તો,
[૧૪૧] સર્વેન્દ્રિય, સમાહિત ભિક્ષુ તેના ઉપર થઈને ન જાય, એ પ્રમાણે પ્રકાશરહિત અને પોલા માર્ગથી પણ ન જાય, કેમકે ભગવંતે તેમાં અસંયમ જોયેલ છે.
[૧૪૨ થી ૧૪૪] જો આહાર દેનારી, સાધુને માટે નિસરણી, ફલક કે પીઠને ઊંચા કરીને માંચો, કીલક કે પ્રાસાદ ઉપર ચડે, ત્યાંથી ભોજન-પાન લાવે તો તેને સાધુ-સાધ્વી ગ્રહણ ન કરે. કેમકે તે રીતે ચઢતી તે સ્ત્રી પડી શકે, તેના હાથ-પગ ભાંગી શકે છે. પૃથ્વી જીવ કે પૃથ્વી આશ્રિત ત્રસ જીવોની હિંસા થઈ શકે છે. તેથી આવા મહાદોષો જાણીને સંયમી મહર્ષિ માલોપહૃત ભિક્ષા ન લે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit