Pramāṇa · Search · About · API

Dasaveyaliya 308

Dasaveyāliya: ṭīkānusārī vivecana 308

Language
Gujarati

308

વિવેચન–૧૪૦ થી ૧૪૪
ગૌચરીના અધિકારથી ગૌચરી માટે પ્રવેશતો. વરસાદ આદિમાં કોઈ કાળે સંક્રમણ માટે સ્થાપિત કાષ્ઠાદિ સ્થિર હોય જ નહીં તો સાધુ તેના ઉપર ન ચાલે. ત્યાં ચાલવાથી પ્રાણી વિરાધના સંભવતા અસંયમ થાય. તથા અપ્રકાશ અને અંદર સાર રહિત - પોલું હોય તો, શબ્દાદિમાં રાગ-દ્વેષ ન કરે. આ સૂત્રાર્થ કહ્યો. વળી નિસરણી આદિ ઊંચી કરીને માંચાદિ ઉપર સાધુને આહારાદિ આપવાને માટે ચડે, તો તેવા આહારાદિ સાધુ ન લે. તેમાં સૂત્રાર્થમાં કહ્યા મુજબ હાથ-પગ ભાંગવાદિ દોષ છે. આવા મહાદોષો જાણીને સાધુ તેવી માલોપહૃત ભિક્ષા ન લે.

Linked texts (1)