Dasaveyaliya 309
Dasaveyāliya: ṭīkānusārī vivecana 309
- Language
- Gujarati
309
‘દશવૈકાલિક’ સૂત્ર–૧૪૫ થી ૧૪૯ [૫/૧/૧૪૫ થી ૧૪૯]
[૧૪૫] સાધુ-સાધ્વી અપક્વ કંદ, મૂલ, પ્રલંબ, છેદેલ પાન, તુંબડું અને આદુ લેવા ન કલ્પે.
[૧૪૬] એ પ્રમાણે સત્તુચૂર્ણ, બોરનું ચૂર્ણ, તલપાપડી, ગોળની રાબ, પૂય-બાટી, બીજી પણ તેવા પ્રકારની વસ્તુ.
[૧૪૭] જે વેચવાને માટે રાખી હોય, ઘણાં સમયથી ખૂલી પડી હોય, સચિત્ત રજથી લિપ્ત હોય તો સાધુ એ પ્રમાણે દેનારીનો નિષેધ કરે કે મને આવા પ્રકારનો આહાર લેવો ન કલ્પે.
[૧૪૮] ઘણાં બીજવાળા ફળ, ઘણાં કાંટાવાળા ફળ, આસ્થિક, તિંદુક, બિલ્લ, શેરડીના ટૂકડા, પાપડી (ફલી).
[૧૪૯] જેમાં ખાદ્યપદાર્થ ઓછો અને ત્યાજ્ય પદાર્થ અધિક હોય તેવું આપે તો લેવું ન કલ્પે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit