Pramāṇa · Search · About · API

Dasaveyaliya 310

Dasaveyāliya: ṭīkānusārī vivecana 310

Language
Gujarati

310

વિવેચન–૧૪૫ થી ૧૪૯
પ્રતિષેધના અધિકારથી જ કહે છે – કંદ - સૂરણ આદિ, મૂલ - વિકારિકાદિ, પ્રલંબ - તાલફળાદિ, તે કાચા કે છેદેલા હોય, પત્રનું શાક, છાણ અને મિંજ અંતવર્તી કે આર્દ્ર, આદુ કાચા હોય તો ત્યાગ કરે. તે જ પ્રમાણે કોલચૂર્ણાદિ સૂત્રાર્થમાં કહ્યા મુજબના છોડે. કેવા? શેરી-દુકાનમાં વેચાતા, અનેક દિવસના રાખેલા, તેથી જ ધૂળથી વ્યાપ્ત, આવા પ્રકારનું આપે તો લેવું ન કલ્પે - તેમ કહે.
ઘણાં ઠળીયાવાળું, પુદ્ગલ - માંસ, અનિમિષ - મત્સ્ય, ઘણાં કાંટાવાળું, આ કાળ આદિની અપેક્ષાથી લેવાનો નિષેધ છે. બીજા કહે છે – વનસ્પતિ અધિકારથી તેવા પ્રકારના ‘ફળ’ જાણવા. તેથી - અસ્થિક વૃક્ષફળ, તેંદુરુકી ફળ, શાલ્મલિ - વાલ આદિ ફલિ. તેના દોષ કહે છે – તેમાં ખાવાનું થોડું અને ફેંકવાનું ઝાઝું હોય છે. તેથી દેનારીને નિષેધ કરીને કહે કે – મને તેવા પ્રકારનું કલ્પતું નથી.

Linked texts (1)