Pramāṇa · Search · About · API

Dasaveyaliya 311

Dasaveyāliya: ṭīkānusārī vivecana 311

Language
Gujarati

311

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૫૦ થી ૧૫૬ [૫/૧/૧૫૦ થી ૧૫૬]
[૧૫૦] એ જ પ્રમાણે - સારું કે ખરાબ પાણી, ગોળના ઘડાનું ધોવાણ, લોટનું ધોવાણ, ચોખાનું ધોવાણ, તેમાંનું કોઈપણ તુરંતનું ધોયેલ હોય તો સાધુ તેને ગ્રહણ ન કરે.
[૧૫૧] જો પોતાની મતિ કે દૃષ્ટિથી, પૂછીને કે સાંભળીને જે ધોવાણને જાણી લે કે આ ઘણાં વખતનું ધોયેલ છે, તથા નિઃશંકિત થઈ જાય તો.
[૧૫૨] અજીવ અને પરિણત જાણી સંયમી મુનિ તેને ગ્રહણ કરે. જો તે જળના વિષયમાં શંકિત થાય તો ચાખીને નિશ્ચય કરે.
[૧૫૩] તે દાતાને કહે કે – ચાખવા માટે થોડું પાણી મને હાથમાં આપો. આ પાણી અતિ ખાટું, દુર્ગંધી, મારી તરસ છીપાવવા અસમર્થ તો નથી ને?
[૧૫૪] જો તે પાણી ઘણું ખાટું ઈત્યાદિ હોય તો દેનારીને ના પાડે કે આવું પાણી મને લેવું ન કલ્પે.
[૧૫૫] જો તે પાણી અનિચ્છાથી અથવા અન્ય-મનસ્કતાથી ગ્રહણ કરી લીધું હોય તો સ્વયં ન પીવે કે કોઈ બીજા સાધુને પણ પીવા ન આપે.
[૧૫૬] તે સાધુ એકાંતમાં જઈ, ત્યાં અચિત્ત ભૂમિને જોઈને, જયણાપૂર્વક તે પાણી પરઠવી દે. પરઠવ્યા પછી સ્વસ્થાને આવીને પ્રતિક્રમણ કરે.

Linked texts (1)