Dasaveyaliya 312
Dasaveyāliya: ṭīkānusārī vivecana 312
- Language
- Gujarati
312
વિવેચન–૧૫૦ થી ૧૫૬
અશનવિધિ કહી, હવે પાનવિધિ કહે છે – જેમ સારા-ખરાબ અશનમાં કહ્યું, તેમ પાનમાં કહે છે. ઉચ્ચ - વર્ણાદિયુક્ત દ્રાક્ષપાનાદિ. અવચ્ચ - વર્ણાદિ હિન, દુર્ગંધી, ઓસામણાદિ કે ગોળના ઘડાનું ધોવાણ. સંસ્વેદજ - લોટનું ધોવાણ. આ બધું અશનની માફક ઉત્સર્ગ-અપવાદ વડે ગ્રહણ કરે. આવું પાણી અપરિણત હોય તો પણ વર્જે. હવે તેની વિધિ કહે છે –
જો તે ચોખાનું ધોવાણ તુરંતનું જાણે. કઈ રીતે? બુદ્ધિથી કે જોઈને. મતિ - તેના ગ્રહણની કર્મજા બુદ્ધિ. દર્શન - વર્ણાદિ પરિણત કે સૂત્રાનુસાર. ધોયાને કેટલો સમય થયો તે ગૃહસ્થને પૂછીને, જો ઘણો કાળ થયો જાણે તો તે નિઃશંકિત થાય છે, પછી ગ્રહણ કરે છે.
ઉષ્ણોદક આદિની વિધિ – ઉષ્ણોદકને નિર્જીવ અને પરિણત જાણીને - ત્રણ ઉકાળાનું જાણીને, આવું પાણી સંયત ગ્રહણ કરે. પણ તે દુર્ગંધી ન હોય, દેહને ઉપકારક હોય તેવું મતિથી જાણીને લે. જો તેને શંકા જાય તો તે જળ ચાખીને નિશ્ચય કરે. તેની વિધિ સૂત્રાર્થમાં કહી છે. ચાખ્યા પછી સાધુને પ્રાયોગ્ય જાણે તો ગ્રહણ કરે, અગ્રાહ્ય હોય તો ન લે.
કદાચ ઘણું ખાટું હોય, અન્યચિત્ત આદિ કારણે ગ્રહણ થઈ જાય, તેને શરીરને અપકારક જાણીને ધર્મશ્રદ્ધાથી ન પીએ. બીજાને પીવા પણ ન આપે. અહીં રત્નાધિકને પણ આપવાને નિષેધ જણાવ્યો. હવે તેને પરઠવવાની વિધિ કહે છે – એકાંતમાં જઈને ચક્ષુ વડે દગ્ધદેશાદિ જોઈને. રજોહરણ વડે સ્થંડિલભૂમિ પ્રમાર્જીને, ત્વરા રહિત અને ત્રણ વખત ‘વોસિરે’ બોલીને પરિષ્ઠાપના કરે. પરઠવ્યા પછી વસતિમાં આવીને ઈર્યાપથ પ્રતિક્રમે. આ બહારજઈને આવતા નિયમકરણ સિદ્ધપ્રતિક્રમણ છે, બહાર ગયા સિવાય પરઠવે તો પણ પ્રતિક્રમણનો નિયમ જણાવેલ છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit