Pramāṇa · Search · About · API

Dasaveyaliya 313

Dasaveyāliya: ṭīkānusārī vivecana 313

Language
Gujarati

313

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૫૭ થી ૧૬૧ [૫/૧/૧૫૭ થી ૧૬૧]
[૧૫૭] ભિક્ષાર્થે ગયેલ સાધુ કદાચિત્‌ આહારનો પરિભોગ કરવા ઈચ્છે તો પ્રાસુક કોષ્ઠક કે ભિત્તિમૂલનું પ્રતિલેખન કરીને.
[૧૫૮] તે મેઘાવી મુનિ અનુજ્ઞાપૂર્વક કોઈ આચ્છાદિત અને સંવૃત્ત સ્થળમાં પોતાના હાથને સારી રીતે પ્રમાર્જી, ત્યાં તે સંયત ભોજન કરે.
[૧૫૯] ત્યાં તે ભોજન કરતો, આહારમાં ગોટલી, કાંટા, તૃણ, કાષ્ઠ, કાંકરા કે બીજી કોઈ તેવા પ્રકારની વસ્તુ હોય.
[૧૬૦] તેને બહાર કાઢીને ફેંકે નહીં, મુખમાંથી થૂંકીને ન છંડે, તેને હાથમાં લઈને એકાંતમાં ચાલ્યો જાય.
[૧૬૧] અને એકાંતમાં જઈને અચિત્ત ભૂમિને પ્રતિલેખીને જયણાપૂર્વક પરઠવી દે, પરઠવ્યા પછી સ્વસ્થાને આવી પ્રતિક્રમણ કરે.

Linked texts (1)