Pramāṇa · Search · About · API

Dasaveyaliya 314

Dasaveyāliya: ṭīkānusārī vivecana 314

Language
Gujarati

314

વિવેચન–૧૫૭ થી ૧૬૧
એ પ્રમાણે અન્ન-પાન ગ્રહણવિધિ જણાવીને ભોજનવિધિ કહે છે – કદાચિત્‌ બીજા ગામે પ્રવેશતા ભોજન કરવાને ઈચ્છે, પાનક આદિની તૃષાથી અભિભૂત થયેલો સાધુ ત્યાં વસતિના અભાવે શૂન્ય મઠ આદિ હોય કે કોઈ ભીંતનો એક ભાગ હોય, ત્યાં ચક્ષુ વડે જોઈને અને રજોહરણથી પ્રમાર્જીને બીજાદિ રહિત ભૂમિ જોઈ, ત્યાં વિશ્રાંતિ માટે ત્યાંના સાગારિક પરિહારથી તેના સ્વામી પાસે તે મેઘાવી સાધુ અનુજ્ઞા લઈને, ત્યાં કોષ્ઠકાદિમાં ઉપયુક્ત થઈને સાધુ ઈર્યા પ્રતિક્રમણ કરીને પછી મુખવસ્ત્રિકાથી વિધિપૂર્વક કાયાને પ્રમાર્જીને ત્યાં રાગ-દ્વેષને દૂર કરીને ખાય. ત્યાં કોષ્ઠક આદિમાં ખાતા એવા સાધુને ઠળીયો કે કાંટો આદિ કોઈ ગૃહસ્થના પ્રમાદ દોષથી આવી જાય તો - X - X - તે ઠળીયા વગેરેને હાથેથી જ્યાં-ત્યાં ન ફેંકે. મુખ વડે થૂંકે નહીં. જેથી વિરાધના ન થાય, પણ પૂર્વે દર્શાવેલ વિધિ મુજબ એકાંતમાં જઈને પરઠવી દે.

Linked texts (1)