Pramāṇa · Search · About · API

Dasaveyaliya 315

Dasaveyāliya: ṭīkānusārī vivecana 315

Language
Gujarati

315

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૬૨ થી ૧૭૧ [૫/૧/૧૬૨ થી ૧૭૧]
[૧૬૨] કદાચિત્‌ ભિક્ષુ વસતિમાં આવીને ભોજન કરવાને ઈચ્છે તો પિંડપાત સહિત આવીને ભોજન ભૂમિનું પ્રતિલેખન કરે.
[૧૬૩] વિનયપૂર્વક વસતિમાં પ્રવેશીને ગુરુની સમીપે આવે અને મુનિ ઈર્યાપથ પ્રતિક્રમે.
[૧૬૪, ૧૬૫] પછી તે સંયત સાધુ ગમનાગમનમાં અને ભોજન-પાન લેવામાં લાગેલ બધાં અતિચારોનું યથાક્રમે ઉપયોગપૂર્વક ચિંતન કરીને ઋજુપ્રજ્ઞ અને અનુદ્વિગ્ન સંયમી અવ્યાક્ષિપ્ત ચિત્તથી ગુરુની પાસે આલોચના કરે તથા જે રીતે ભિક્ષા લીધી હોય તે જ પ્રકારે નિવેદન કરે.
[૧૬૬, ૧૬૭] જો આલોચના સમ્યક્‌ પ્રકારે ન થયેલ હોય અથવા જે આગળ-પાછળ કરી હોય, તેનું પ્રતિક્રમણ કરે. કાયોત્સર્ગ આમ ચિંતવે - હો! જિનેશ્વરોએ સાધુઓને મોક્ષ-સાધનાના હેતુભૂત સંયમી-શરીર ધારણ કરવાને નિરવદ્ય વૃત્તિનો ઉપદેશ આપેલ છે.
[૧૬૮] કાયોત્સર્ગને નમસ્કાર મંત્ર દ્વારા પારિત કરીને જિન સંસ્તવ કરે, પછી સ્વાધ્યાયનો પ્રારંભ કરે, પછી ક્ષણવાર મુનિ વિશ્રામ લે.
[૧૬૯] વિશ્રામ કરતો એવો તે કર્મ નિર્જરાના લાભનો અભિલાષિ મુનિ આ હિતકર અર્થને ચિંતવે કે - જો કોઈ સાધુ મારા ઉપર અનુગ્રહ કરે તો હું તરી જાઉં.
[૧૭૦] તે પ્રીતિભાવથી સાધુઓને યથાક્રમે નિમંત્રણા કરે. જો તેમનામાંથી કોઈ સાધુ ભોજન કરવા ઈચ્છે તો તેમની સાથે ભોજન કરે.
[૧૭૧] જો કોઈ સાધુ આહાર લેવા ન ઈચ્છે તો તે એકલો જ પ્રકાશયુક્ત પાત્રમાં અને આહારના કણને નીચે છાંડ્યા વિના જયણાપૂર્વક ભોજન કરે.

Linked texts (1)