Pramāṇa · Search · About · API

Dasaveyaliya 317

Dasaveyāliya: ṭīkānusārī vivecana 317

Language
Gujarati

317

‘દશવૈકાલિક’ સૂત્ર–૧૭૨ થી ૧૭૫ [૫/૧/૧૭૨ થી ૧૭૫]
[૧૭૨] બીજાને માટે બનેલ, વિધિથી ઉપલબ્ધ જે આહાર તે તિક્ત, કટુક, કાષાયિત, અમ્લ, મધુર કે લવણ હોય, સંયમી તેને મધુ-ઘૃતની માફક સંતોષથી ખાય.
[૧૭૩, ૧૭૪] મુધાજીવી ભિક્ષુ એષણા વિધિથી પ્રાપ્ત કરેલ આહાર અરસ કે વિરસ હોય, શુચિ હોય કે અશુચિ, આર્દ્ર હોય કે શુષ્ક, મંથુ કે કુલ્માષ હોય, તે તેની અવહેલના ન કરે. પરંતુ મુધાજીવી સાધુ મુધાલબ્ધ અને પ્રાસુક આહારનો તે અલ્પ હોય કે ઘણો, દોષોને વર્જીને વાપરે.
[૧૭૫] મુધાદાયી દુર્લભ છે અને મુધાજીવી પણ દુર્લભ છે. મુધાદાયી અને મુધાજીવી બંને સદ્ગતિમાં જાય છે તેમ હું કહું છું.

Linked texts (1)