Dasaveyaliya 318
Dasaveyāliya: ṭīkānusārī vivecana 318
- Language
- Gujarati
318
વિવેચન–૧૭૨ થી ૧૭૫
ભોજ્યને આશ્રીને વિશેષથી કહે છે – તિક્ત - એલુક વાલુંકાદિ. કટુક - આદુ, ઓસામણાદિ. કષાય - વાલ આદિ. અમ્લ - છાશ વગેરે. મધુર - દૂધ-મદ્ય આદિ, લવણ - મીઠું - X - આ તિક્ત આદિ આગમોક્ત વિધિથી પ્રાપ્ત કરી, મોક્ષને માટે, તેના સાધિક જાણી મધ-ઘીની જેમ સંયત ખાય, પણ વર્ણાદિને માટે ન ખાય. અથવા ડાબેથી જમણી દાઢમાં પણ ન લઈ જાય.
અરસ - હિંગ આદિથી ન સંસ્કારલ. વિરસ - રસ વગરના જૂના ઓદનાદિ, સૂચિત - વ્યંજનાદિ યુક્ત, અસૂચિત - વ્યંજન રહિત અથવા કહીને આપે કે કહ્યા વિના આપે. આર્દ્ર - પ્રચુર વ્યંજન, અથવા શુષ્ક કે સ્તોક વ્યંજન હોય. તે શું? કહે છે – મંથુ - બોરનું ચૂર્ણ, કુલ્માષ - બાફેલાં અડદ કે ચોળા. આ ભોજનનું શું? વિધિ વડે મેળવીને સર્વથા ન નિંદે. અથવા એમ ન વિચારે કે – આટલા અલ્પ આહારથી મારું પેટ કેમ ભરાશે? અથવા ઘણું છે, પણ ફેંકી દેવા જેવું છે. - X - વિશેષ શું? પ્રાસુક - નિર્જીવ. બીજા કહે છે કે – વા શબ્દથી વિરસાદિ અર્થ લેવો. બહુપ્રાસુક - સર્વથા શુદ્ધ તેની હેલણા ન કરે. પણ એમ વિચારે કે – આ લોકો મારા જેવા અનુપકારીને આહાર આપે છે, તે જ સુંદર છે. મુધાલબ્ધ - કોંટલાદિ વ્યતિરેકથી પ્રાપ્ત (કંઈ પણ ઉપકાર કર્યા વિના મળેલ.) મુધાજીવી - સર્વથા નિદાન રહિત જીવી, બીજા આચાર્ય કહે છે – જાતિ આદિથી ન જીવનાર. સંયોજનાદિ દોષ રહિત ભોજન કરે.
નિષ્કર્ષ કહે છે – મુધા દેનારા દુર્લભ છે. મુધા જીવારા પણ દુર્લભ છે. બંને સિદ્ધિ ગતિમાં જાય છે. અથવા વચ્ચે એક દેવનો ભવ કરીને સુમાનુષત્વ પામીને પરંપરાએ જાય છે. - X -
અહીં ‘ભાગવત’નું દૃષ્ટાંત છે. એક પરિવ્રાજક એક ભાગવતને ઘેર ગયો. તેને કહ્યું કે હું તારે ત્યાં ચોમાસું રહીશ. રાખનારે કહ્યું કે મારે તમારું કંઈ કાર્ય ન કરવું. પરિવ્રાજકે તે કબૂલ કર્યું. ભાગવતે તેને શય્યા, ભોજન, પાનાદિ આપ્યા. કોઈ વખતે ભાગવતનો ઘોડો ચોરાઈ ગયો. પ્રભાત થઈ જવાથી કાંટાની જાળમાં મૂકી દીધો. સવારે પરિવ્રાજકે ઘોડો જોયો. તેણે ભાગવતને કહ્યું. ભાગવત બોલ્યો – હવે તારી સેવા કરવાનું ફળ મને અલ્પ મળશે. મુધાદાયી આવા હોય.
મુધાજીવી નું ઉદાહરણ – એક રાજા ધર્મની પરીક્ષા કરે છે. એવો કયો ધર્મ છે જે સ્વાર્થ વિના ભોજન લે છે? તેણે પરીક્ષા કરવા લાડવાનું દાન આપવા વિચાર્યું. કાર્પટિકોને પૂછ્યું – તમે શેના વડે જમો છો? કોઈ કહે મુખેથી, કોઈ કહે પગેથી, કોઈ કહે હાથથી, કોઈ કહે લોકાનુગ્રહથી. સાધુ કહે હું મુધા-ફોગટ ખાઉં છું. રાજાએ પૂછ્યું – કેવી રીતે? કથક બોલ્યો હું મુખેથી ખાઉં છું. લેખવાહક બોલ્યો - હું પગેથી ખાઉં છું ઈત્યાદિ - X - હું સંસારના વૈરાગ્યથી સંજાત છું, તેથી મુધા ખાઉં છું. રાજા તેનો ધર્મ સાચો માનીને આચાર્ય પાસે ગયો, દીક્ષા લીધી.
અધ્યયન-૫, ઉદ્દેશો-૨
૦ પિણ્ડૈષણાના પહેલાં ઉદ્દેશામાં જે ઉપયોગી વાત કહેવાની રહી ગઈ છે, તે આ ઉદ્દેશામાં કહે છે –
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit