Dasaveyaliya 323
Dasaveyāliya: ṭīkānusārī vivecana 323
- Language
- Gujarati
323
‘દશવૈકાલિક’ સૂત્ર–૧૭૯ થી ૧૮૮ [૫/૨/૧૭૯ થી ૧૮૮]
[૧૭૯] ભિક્ષુ કાળે ભિક્ષાર્થે નીકળે, કાળે જ પાછો ફરે. અકાળે વર્જીને જે કાર્ય જ્યારે ઉચિત હોય, ત્યારે તે કાર્ય કરે.
[૧૮૦] હે મુનિ! તું અકાળમાં ભિક્ષાર્થે જાઓ છો, કાળનું પ્રતિલેખન ન કરે, ભિક્ષા ન મળે ત્યારે તું પોતાને ક્ષુબ્ધ કરે છે અને સંનિવેશની નિંદા કરે છે.
[૧૮૧] ભિક્ષુ સમય થતાં ભિક્ષાટન કરે, ભિક્ષાર્થે પુરુષાર્થ કરે, ભિક્ષા પ્રાપ્ત ન થાય તો શોક ન કરે, તપ થયો માની ક્ષુધા પરીષહને સહન કરે.
[૧૮૨] આ પ્રમાણે ક્યાંય ભોજનાર્થે એકઠાં થયેલા વિવિધ પ્રકારના પ્રાણી જુએ તો, તેની સન્મુખ ન જાય, પણ જયણાથી ગમન કરે.
[૧૮૩] ગૌચરી ગયેલ સાધુ ક્યાંય પણ બેસીને કે ઊભા રહીને ધર્મકથાનો પ્રબંધ ન કરે.
[૧૮૪] તે અર્ગલા, પરિઘ, દ્વાર અને કમાડનો ટેકો લઈને ત્યાં ઊભો ન રહે.
[૧૮૫, ૧૮૬] ભોજન કે પાણીને માટે આવેલ કે ગયેલ શ્રમણ, બ્રાહ્મણ, કૃપણ કે વનીપકને ઉલ્લંઘીને સંયમી ગૃહસ્થના ઘરમાં ન પ્રવેશે અને આંખોની સામે ઊભો ન રહે, પણ એકાંતમાં જઈને ત્યાં ઊભો રહે.
[૧૮૭] તે ભિક્ષાચરોને ઉલ્લંઘીને ઘરમાં પ્રવેશતા તે વનીપક અથવા બંનેમાં અપ્રીતિ થાય અથવા પ્રવચનની લઘુતા થાય છે.
[૧૮૮] ગૃહસ્વામી દ્વારા તે ભિક્ષાચરોને દેવાનો નિષેધ કર્યા પછી અથવા આપી દીધા પછી, ત્યાંથી તે યાચકો ચાલ્યા જાય પછી સંયમી સાધુ ભોજન-પાનને માટે તે ઘરમાં પ્રવેશ કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit