Dasaveyaliya 325
Dasaveyāliya: ṭīkānusārī vivecana 325
- Language
- Gujarati
325
‘દશવૈકાલિક’ સૂત્ર–૧૮૯ થી ૧૯૯ [૫/૨/૧૮૯ થી ૧૯૯]
[૧૮૯, ૧૯૦] જો કોઈ દાતા ઉત્પલ, પક્ષ, કુમુદ, માલતી કે અન્ય કોઈ સચિત્ત પુષ્પનું છેદન કરીને ભિક્ષા આપે તો તે ભોજન-પાન સંયમી સાધુને માટે અકલ્પ્ય થાય છે. તેથી દેનારીએ તેનો નિષેધ કરીને કહે કે - મને આ પ્રકારે આહાર કલ્પતો નથી.
[૧૯૧, ૧૯૨] જો કોઈ દાતા ઉક્ત ઉત્પલાદિનું સંમર્દન કરીને આહાર આપે તો પણ ન કલ્પે, સાધુ તે આહારનો નિષેધ કરે.
[૧૯૩, ૧૯૪] અપરિણત કમલકંદ, પલાશકંદ, કુમુદનાલ, ઉત્પલનાલ, કમલતંતુ, સરસવનાલ, અપક્વ ઈક્ષુખંડ કે વૃક્ષ, તૃણ અને બીજી લીલી વનસ્પતિના કાચા નવા પ્રવાલનો ત્યાગ કરે.
[૧૯૫] તરુણી, તાજી અથવા એકવાર ભુંજેલી કાચી ફૂલી દેનારી સ્ત્રીને સાધુ નિષેધ કરે કે આવા પ્રકારે આહાર મને ન કલ્પે.
[૧૯૬ થી ૧૯૯] આ જ પ્રમાણે ઉકાળ્યા વિનાના બોર, વાંસ-કરીર, કાશ્યપનાલિકા, અપક્વ તલપાપડી, કદંબનું ફળ - ચોખાનો લોટ, વિકૃત ધોવાણ, નિર્વૃત્ત જળ, તિલકૂટ, પોઈ, સાગ અને સરસવની ખલી એ બધાં અપક્વ ન લે. અપક્વ અને શસ્ત્ર અપરિણત કોળું, બીજોરું, મૂળા, મૂળાના કંદને મનથી પણ ન ઈચ્છે. આ પ્રમાણે જ ફળનું ચૂર્ણ, બીજનું ચૂર્ણ, બહેડાં, પ્રિયાલ ફળ પણ અપક્વ જાણીને ત્યાગ કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit