Dasaveyaliya 326
Dasaveyāliya: ṭīkānusārī vivecana 326
- Language
- Gujarati
326
વિવેચન–૧૮૯ થી ૧૯૯
પરપીડા પ્રતિષેધ અધિકારથી આ કહે છે– (સૂત્રાર્થ કહ્યો જ છે, વિશેષ વૃત્તિ આ પ્રમાણે છે –) ઉત્પલ - નીલોત્પલાદિ, પદ્મ - અરવિંદ, માગદંતિકા - મલ્લિકા, સચિત્ત - શાલ્મલી પુષ્પરાદિ, સંલુઝ્ચય - છેદીને આપે છે. સંમર્દન - પૂર્વે છેદેલા જ અપરિણતનું મર્દન. - X - X - શાલૂક - ઉત્પલ કંદ, વિરાલિકા - પલાશકંદ. પર્વપલ્લિ - પ્રતિ પર્વે વલ્લિ અથવા કંદ. મૃણાલિકા - પદ્મિની કંદથી નીકળેલ. સર્ષપનાલિકા - સિદ્ધાર્થક મંજરી, અનિર્વૃત્ત - સચિત્ત. આ સચિત્ત ગ્રહણ બધે જ જોડવું.
પ્રવાલ - પલ્લવ, તૃણ - મધુર તૃણાદિ. બીજી પણ હરિત આર્યકાદિ જો અપરિણત હોય તો તેનું વર્જન કરે. તરુણ - અસંજાત, છિવાડી - માગ આદિની ફલી (શીંગ) આમ - અસિદ્ધ, સચેતન. સકૃત્ - એકવાર. કોલ - બાદર, અસ્વિજા - ઘણાં જળના યોગથી વિકારાંતરને પામેલ. વેણુક - વાંસ કરેલા, કાસવનાલિઅ - શ્રીપર્ણીના ફળ તથા તિલપર્પટ - પીસેલા તલયુક્ત. નીમ - કાચા લીમડાની લીંબોડીને ત્યાગે.
એ પ્રમાણે જ તાંદુલપિષ્ટ - ચોખાનો લોટ, વિકટ - શુદ્ધ જળ, તથા તપેલ પછી શીતીભૂત થયેલ. તપ્તાનિર્વૃત્ત - ત્રણ ઉકાળા વગરનું. પૂતિપિણ્યાક - સરસવનો ખોળ. એ બધું કાચું હોય તો તજી દે.
કાવિટ્ઠ - કોઠા ફળ, માતુલિંગ - બીજોરું, મૂલક - પાંદડાવાળો, મૂળનો કાંદો. એ બધાં અપક્વ અને અશસ્ત્ર પરિણત હોય - સ્વકાય શસ્ત્રાદિથી વિધ્વસ્ત થયેલ ન હોય, અનંતકાયનાત્વથી ગુરુત્વ જણાવવા મૂળો - તેના પાન અને કંદ બંને લીધા. ફલમન્થૂ - બોરનું ચૂર્ણ, બીજમન્થૂ - યવ આદિનું ચૂર્ણ ઈત્યાદિ - X - X - અપરિણત હોય તો તેનો ત્યાગ કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit