Dasaveyaliya 327
Dasaveyāliya: ṭīkānusārī vivecana 327
- Language
- Gujarati
327
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૦૦ થી ૨૦૩ [૫/૨/૨૦૦ થી ૨૦૩]
[૨૦૦] ભિક્ષુ સમુદાન ભિક્ષાચર્યા કરે. ઉચ્ચ-નીચ કુળોમાં જાય. પરંતુ નીચ કુળ છોડીને ઉચ્ચ કુળમાં ન જાય.
[૨૦૧] પંડિત સાધુ દીનતા રહિત થઈને ભિક્ષાની એષણા કરે. ન મળે તો વિષાદ ન કરે, સરસ ભોજનમાં અમૂર્ચ્છિત રહે. માત્રાને જાણનાર મુનિ એષણામાં રત રહે.
[૨૦૨] ગૃહસ્થના ઘેર અનેક પ્રકારના પ્રચૂર ખાદ્ય તથા સ્વાદ્ય આહાર હોય. પણ ન આપે તો પંડિત મુનિ કોપ ન કરે. પણ એમ વિચારે કે ગૃહસ્થ આપે કે ન આપે, તેની ઈચ્છા.
[૨૦૩] સંયમી સાધુ પ્રત્યક્ષ દેખાતા છતાં પણ શયન, આસન, વસ્ત્ર, ભોજન અને પાન ન દેનાર પર ક્રોધ ન કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit