Pramāṇa · Search · About · API

Dasaveyaliya 328

Dasaveyāliya: ṭīkānusārī vivecana 328

Language
Gujarati

328

વિવેચન–૨૦૦ થી ૨૦૩
સમુદાન - ભાવભૈક્ષ્યને આશ્રીને ભિક્ષુ વિચરે. ક્યાં? સદા ઉચ્ચ-નીચ કુળોમાં. અગર્હિતત્વ છતાં વૈભવની અપેક્ષાથી પ્રધાન કે અપ્રધાન ધરો. ક્રમાનુસાર સર્વકાળ ભિક્ષાર્થે વિચરે પણ નીચ કુળોને છોડીને વૈભવની અપેક્ષાથી વધુ લાભાર્થે ઋદ્ધિવાળા કુળોમાં ન જાય. અન્યથા આસક્તિ કે લોકમાં લઘુતાનો પ્રસંગ આવે.
વળી, અદીન - દ્રવ્ય દૈન્ય સ્વીકારીને, મ્લાનવદન. ન મળવા છતાં વિષાદ ન કરે. પંડિત - સાધુ, ભોજનમાં અગૃદ્ધ રહે. માત્રાજ્ઞ - આહારની માત્રા પ્રતિ એષણારત અર્થાત્‌ ઉદ્ગમ, ઉત્પાદના, એષણા પ્રતિ પક્ષપાતી. એ પ્રમાણે ભાવના કરે. બહુ - પ્રમાણથી પ્રભૂત. પરગૃહ - અસંયતાદિના ઘર. વિવિધ - અનેક પ્રકારના ખાદિમ, સ્વાદિમ હોવા છતાં ન આપે તો સાધુ રોષ ન કરે. ગૃહસ્થની ઈચ્છા હોય તો આપે. બાકી સૂત્રાર્થમાં કહ્યું.

Linked texts (1)