Dasaveyaliya 331
Dasaveyāliya: ṭīkānusārī vivecana 331
- Language
- Gujarati
331
‘દશવૈકાલિક’ સૂત્ર–૨૦૬ થી ૨૧૦ [૫/૨/૨૦૬ થી ૨૧૦]
[૨૦૬, ૨૦૭] કદાચ કોઈ સાધુ સરસ આહાર પ્રાપ્ત કરીને લોભથી છૂપાવી દે, ક્યાંક મને મળેલો આહાર ગુરુ જોઈને સ્વયં લઈ લેશે, મને નહીં આપે. એમ પોતાના સ્વાર્થને જ મોટો માનનાર સ્વાદ લોલૂપ સાધુ ઘણાં પાપ કરે છે, સંતોષ ભાવ રહિત થઈ, નિર્વાણ પામતા નથી.
[૨૦૮ થી ૨૧૦] કદાચ કોઈ સાધુ વિવિધ પ્રકારના પાન અને ભોજન પામીને, સરસ પદાર્થ એકાંતે ખાઈ જાય અને વિવર્ણ તથા નીરસ આહાર લઈને આવે છે, જેથી શ્રમણો એવું જાણે કે આ મુનિ મોક્ષાર્થી છે, સંતુષ્ટ છે, પ્રાંતાહાર સેવી છે, રૂક્ષ વૃત્તિથી સંતુષ્ટ છે. ચોથો પૂજાર્થી, યશ-કીર્તિ પામવાનો અભિલાષી, માન-સન્માનની કામના કરનાર સાધુ ઘણાં પાપોને ઉપાર્જે અને માયાશલ્યને કરનાર થાય છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit