Pramāṇa · Search · About · API

Dasaveyaliya 343

Dasaveyāliya: ṭīkānusārī vivecana 343

Language
Gujarati

343

‘દશવૈકાલિક’ સૂત્ર–૨૨૬ થી ૨૩૦ [૬/૨૨૬ થી ૨૩૦]
[૨૨૬, ૨૨૭] જ્ઞાનદર્શન સંપન્ન, સંયમ અને તપરત, આગમસંપન્ન ગણિ-આચાર્યને ઉદ્યાનમાં પધારેલા જોઈને રાજા, રાજ મંત્રી, બ્રાહ્મણ અને ક્ષત્રિય નિશ્ચલાત્મા થઈને પૂછે છે - આપના આચાર - ગોચર કેવા છે?
[૨૨૮, ૨૨૯] ત્યારે તે નિભૃત, દાંત, સર્વે પ્રાણી માટે સુખાવહ, શિક્ષાઓથી સમાયુક્ત અને પરમ વિચક્ષણ ગણિ તેમને કહે છે - ધર્માર્થની કામનાવાળા. નિર્ગ્રન્થોના ભીમ, દુરધિષ્ઠિત અને સર્વ આચાર ગોચર મારી પાસેથી સાંભળો.
[૨૩૦] જો નિર્ગ્રન્થાચાર લોકમાં અત્યંત દુશ્ચર છે, આવો શ્રેષ્ઠ આચાર બીજે ક્યાંય કહેવાયેલ નથી, સર્વોચ્ચ સ્થાનના ભાગી સાધુઓનો આવો આચાર બીજે ન હતો, ન હશે.

Linked texts (1)