Pramāṇa · Search · About · API

Dasaveyaliya 344

Dasaveyāliya: ṭīkānusārī vivecana 344

Language
Gujarati

344

વિવેચન–૨૨૬ થી ૨૩૦
જ્ઞાન - શ્રુતજ્ઞાનાદિ, દર્શન - ક્ષાયોપશમિકાદિ, તેનાથી યુક્ત. સંયમ - પાંચ આશ્રવથી વિરમણાદિ. તપ - અનશનાદિ, રત - આસક્ત. જેને ગણ છે તેથી ગણી - આચાર્ય. આગમ સંપન્ન - વિશિષ્ટ શ્રુતધર. ક્વચિત સાધુ પ્રાયોગ્યમાં રહી ધર્મદર્શનાર્થે પ્રવૃત્ત થાય. રાજા - નરપતિ, અમાત્ય - મંત્રી, શ્રેષ્ઠી આદિને પૂછે છે. અસંભ્રાંત અંજલિ જોડીને - ‘આપનો ક્રિયા-કલાપ શું છે?’ તે રાજાદિ પાસે ગણી, ધર્મકાર્યને સ્થિર કરી, નિશ્ચલ રહી ઈન્દ્રિયો તથા મનને દમન કરીને સર્વે જીવોને સુખ આપનાર, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષાથી, એકીભાવે યુક્ત થઈને પંડિત - આચાર્ય કહે છે. આ ધર્માર્થકામોના, ધર્મ - ચારિત્ર ધર્માદિ, તેનો અર્થ - પ્રયોજન, મોક્ષને ઈચ્છે છે. કઈ રીતે? વિહિત વિશુદ્ધ અનુષ્ઠાન કરીને, ધર્માર્થકામા - મુમુક્ષુ, જે બાહ્ય - અભ્યંતર ગ્રંથ રહિત છે, મારી પાસેથી તેમના ક્રિયા-કલાપ સાંભળો. તે કર્મશત્રુ અપેક્ષાથી રૌદ્ર, સંપૂર્ણ. ક્ષુદ્ર સત્ત્વો વડે દુરાશ્રય છે. આને સૂત્રસ્પર્શ નિર્યુક્તિથી નિરૂપે છે. તેમાં ધર્મ નો નિક્ષેપ પૂર્વવત્‌ છે, વિશેષ લોકોત્તરને કહે છે –

Linked texts (1)