Pramāṇa · Search · About · API

Dasaveyaliya 348

Dasaveyāliya: ṭīkānusārī vivecana 348

Language
Gujarati

348

‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૫૩ થી ૨૫૬ + વિવેચન [૬/૨૫૩ થી ૨૫૬ + વિવેચન]
ધાન્યો ૨૪ ભેદે છે. યવ, ઘઉં, ચોખા, ડાંગર, સાઠી ચોખા, કોદરા, અણુંકા, કાંગ, રાલગ, તલ, મગ, અડદ, અળસી, કાળા ચણા, ત્રિપુટક, વાલ, મઠ, ચોળા, શેરડી, મસુર, તુવર, કુલથી, ધાણા અને વટાણા. એ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. ધાન્ય વિભાગ કહ્યો. હવે રત્ન વિભાગ કહે છે –
રત્નો ચોવીશ ભેદે છે – સોનુ, ત્રપુષ્‌, તાંબું, ચાંદી, લોઢું, સીસું, હીરણ્ય, પાષાણ, હીરો, ચંદન, મણિ, મોતી, પરવાળા, શંખ, તીનીસ, અગરુ, અમીલ - ઉનનાં વસ્ત્રો, કાષ્ઠ, ચર્મ, હાથી દાંતાદિ, ચમરી ગાયના વાળ, સુગંધ, ઔષધાદિ દ્રવ્ય - પીપર આદિ. હવે સ્થાવરાદિ વિભાગ કહે છે –