Dasaveyaliya 354
Dasaveyāliya: ṭīkānusārī vivecana 354
- Language
- Gujarati
354
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૬૪ થી ૨૬૭ + વિવેચન [૬/૨૬૪ થી ૨૬૭ + વિવેચન]
(૨૬૪) ધર્મ, અર્થ અને કામ આ ત્રણે સાથે લઈએ તો પરસ્પર વિરોધી છે. તેવું લૌકિક - કુપ્રવચનમાં કહે છે. જેમકે અર્થનું મૂળ લોભ છે, ક્ષમા કામનું મૂળ છે આદિ - X - આ બધાં પરસ્પર વિરોધી છતાં જિનવચનાનુસાર કુશળ બુદ્ધિના યોગથી વ્યવહારથી ધર્માદિ તત્ત્વના સ્વરૂપને વિચરવાથી કે નિશ્ચયથી જોતાં પરસ્પર અવિરોધી થાય છે. તેમાં પહેલાં વ્યવહારથી અવિરોધ બતાવે છે –
(૨૬૫) જિનવચન યથાવત્ પરિણત થતાં અવસ્થા ઉચિત વિહિત અનુષ્ઠાનથી દર્શનાદિ શ્રાવક પ્રતિમા સ્વીકારમાં નિરતિચાર પાલનથી ધર્મ થાય છે. કેમકે સ્વચ્છ આશય પ્રયોગ અને પુન્યબળથી તેમ કહ્યું. ઉચિત સ્ત્રીના સ્વીકારની અપેક્ષાથી વિશ્રંભથી કામ છે. હવે નિશ્ચય૦
(૨૬૬) નિરતિચાર ધર્મનું ફળ મોક્ષ છે. શું વિશિષ્ટ છે? તે નિત્ય, અનન્યતુલ્ય, પવિત્ર, બાધવર્જિત છે. તે ધર્માર્થે મોક્ષની કામના કરતા સાધુઓ છે. તેથી ‘ધર્માર્થકામા’ એમ કહ્યું. હવે તેને જ દૃઢ કરે છે –
(૨૬૭) જન્માંતર લક્ષણ પરલોક, જ્ઞાનદર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે જ નહીં. મોક્ષ - સર્વકર્મ ક્ષયરૂપ. તેવું અવિધિજ્ઞો કહે છે. તેનો ઉત્તર આપે છે - પરલોક આદિ છે જ. વીતરાગ વચન સત્ય છે, પૂર્વાપર અવિરોધી છે, પ્રવર છે. તે બીજે ક્યાંય નથી. - X - કંઈક સ્પર્શ નિર્યુક્તિ કહી. હવે બીજા સૂત્રનો અવસર છે. તેનો આ સંબંધ છે. અનંતર સૂત્રમાં નિર્ગ્રન્થની આચાર-ગોચરા કથા કહી. હવે આને જ ગુરુતાથી કહે છે. કપિલાદિ મતમાં ઉક્ત આચાર-ગોચર નથી. લોકમાં તેનું આચરણ અતિ દુષ્કર છે. આ વિપુલમોક્ષ હેતુત્વથી સંયમ સ્થાનને સેવે છે, જે જિનમત સિવાય બીજે ક્યાંય હતો નહીં અને હશે પણ નહીં.