Dasaveyaliya 357
Dasaveyāliya: ṭīkānusārī vivecana 357
- Language
- Gujarati
357
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૨૬૮, ૨૬૯ + વિવેચન [૬/૨૬૮, ૨૬૯ + વિવેચન]
અઢાર સ્થાનોને આ આચારકથામાં તીર્થંકર કહ્યાં છે. તેમાંનું એક પણ સાધુ અંગીકાર કરે તો તે સાધુપણામાં ન રહી શકે. તે સ્થાનો બતાવે છે – (૧) પ્રાણાતિપાત નિવૃત્તિ આદિ અને રાત્રિભોજન વિરતિરૂપ છ વ્રતો, (૨) છ કાય - પૃથ્વીકાયાદિ છ કાય, (૩) અકલ્પ - શિક્ષક સ્થાપના કલ્પાદિ જે કહેવાનાર છે. (૪) ગૃહસ્થ સંબંધી કાંસ્ય ભાજનાદિ, (૫) પલ્યંક - શયન વિશેષ, (૬) નિષદ્યા - ઘરમાં અનેકાનેક રૂપ, (૭) સ્નાન - દેશ અને સર્વ ભેદથી, (૮) શોભા વર્જન - વિભૂષાનો ત્યાગ. આ બધાંનું વર્જન કરે.