Pramāṇa · Search · About · API

Dasaveyaliya 358

Dasaveyāliya: ṭīkānusārī vivecana 358

Language
Gujarati

358

‘દશવૈકાલિક’ સૂત્ર–૨૩૩ થી ૨૩૫ [૬/૨૩૩ થી ૨૩૫]
[૨૩૩] ભગવંત મહાવીરે તે ૧૮ સ્થાનોમાં પહેલું અહિંસા કહેલ છે, કેમકે અહિંસાને તેમણે સૂક્ષ્મરૂપે જોયેલ છે. સર્વે જીવો પ્રત્યે સંયમ રાખવો તે અહિંસા. [૨૩૪] લોકમાં જેટલાં ત્રસ કે સ્થાવર પ્રાણી છે, સાધુ-સાધ્વી, જાણતા કે અજાણતા, તેને ન હણે - ન હણાવે.
[૨૩૫] બધાં જીવો જીવવા ઈચ્છે છે, મરવા નહીં. તેથી નિર્ગ્રન્થ સાધુ પ્રાણીવધને ભયંકર જાણીને તેનો ત્યાગ કરે.

Linked texts (1)