Dasaveyaliya 359
Dasaveyāliya: ṭīkānusārī vivecana 359
- Language
- Gujarati
359
વિવેચન–૨૩૩ થી ૨૩૫
સૂત્રસ્પર્શ નિર્યુક્તિ કહી, હવે બીજા સૂત્રની વ્યાખ્યા કરે છે. તેનો સંબંધ આ છે – અઢાર સ્થાનોમાં ગુણો અખંડ અસ્ફૂટિત કરવા જોઈએ. તેની વિધિ કહે છે – તેમાં અઢાર સ્થાનગણમાં વ્રતષટ્કમાં તેના અનાસેવન દ્વારથી આ કહેવાનાર સ્વરૂપ પહેલું સ્થાન ભગવંત મહાવીરે કહેલ છે - ‘અહિંસા.’ સાધુ આધાકર્માદિના પરિભોગથી કરવું - કરાવવું આદિના ત્યાગથી સૂક્ષ્મ કહ્યું. માત્ર આગમદ્વારથી કહ્યું નથી. પણ સાક્ષાત્ ધર્મ-સાધકત્વથી પામેલ છે. આને જ નિપુણ કેમ કહે છે? આને ભગવંત મહાવીરે સર્વભૂતિ વિષય સંયમ કહ્યો છે, બીજાએ નહીં. તે ઉદ્દિશ્યકૃત ભોગ વિધાનથી કહેલ છે. તે જ સ્પષ્ટ કરે છે - જગતમાં જેટલાં બેઈન્દ્રિયાદિ ત્રસ પ્રાણી કે પૃથ્વી આદિ સ્થાવરો છે, તેમને જાણીને રાગાદિથી અભિભૂત થઈ, હણવાની બુદ્ધિથી કે અજાણપણાથી પ્રમાદથી ન હણે, ન હણાવે, હણનારને ન અનુમોદે, માટે અહિંસાને નિપૂણા કહી. અહિંસા સુંદર શા માટે છે, તે બતાવે છે – બધાં જીવો પણ દુઃખિતાદિ ભેદવાળા જીવવાને ઈચ્છે છે, પ્રાણ પ્રિય હોવાથી મરવાને ઈચ્છતા નથી. તેથી પ્રાણવધને દુઃખનો હેતુ હોવાથી ભયંકર જાણીને સાધુઓ હિંસાને તજે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit