Pramāṇa · Search · About · API

Dasaveyaliya 361

Dasaveyāliya: ṭīkānusārī vivecana 361

Language
Gujarati

361

વિવેચન–૨૩૬, ૨૩૭
પહેલું સ્થાન કહીને હવે બીજું સ્થાન કહે છે – જેમકે પોતે બીમાર ન હોય છતાં બીમાર છે તેમ કહે. પરનિમિત્તે પણ તેમજ જાણવું તથા ક્રોધ - માન - માયા - લોભથી જૂઠું બોલે. જેમકે - ‘માનથી’ પોતે અબહુશ્રુત હોવા છતાં પોતાને બહુશ્રુત કહે, ગૌચરી જવાના પ્રમાદથી કપટ વડે કહે કે - ‘મારા પગ દુઃખે છે.’ ઈત્યાદિ - X - ભયથી - કંઈક ખોટું કર્યા પછી પ્રાયશ્ચિત્તના ભયથી ન કર્યું તેમ કહે. આ પ્રમાણે હાસ્ય આદિમાં પણ કહે. તેથી કહે છે – પરપીડાકારી એવું મૃષા સર્વથા ન બોલે, ન બોલાવે, બોલનારને ન અનુમોદે. લોકમાં મૃષાવાદ બધે જ બધાં સાધુ વડે નિંદિત છે, કેમકે બધાં વ્રતને અપકારી છે તથા લીધેલી પ્રતિજ્ઞા ન પાળવાથી કોઈ વિશ્વાસ ન કરે, તેથી સાધુ મૃષાવાદનો ત્યાગ કરે.

Linked texts (1)