Pramāṇa · Search · About · API

Dasaveyaliya 366

Dasaveyāliya: ṭīkānusārī vivecana 366

Language
Gujarati

366

‘દશવૈકાલિક’ સૂત્ર–૨૪૨ થી ૨૪૬ [૬/૨૪૨ થી ૨૪૬]
[૨૪૨] જે જ્ઞાતપુત્રના વચનોમાં રત છે, તે સાધુ-સાધ્વી બિડલવણ, સામુદ્રિક લવણ, તેલ, ઘી, દ્રવગોળ આદિનો સંગ્રહ કરવા ન ઈચ્છે.
[૨૪૩] આ સંગ્રહ લોભને જ વિઘ્નકારી પ્રભાવ છે. એમ હું માનું છું. જે કોઈ સાધુ કદાચિત્‌ કોઈ પદાર્થની સંનિધિની કામના કરે છે, તે ગૃહસ્થ છે, પ્રવ્રજિત નથી.
[૨૪૪] જે કોઈ સાધુ વસ્ત્ર, પાત્ર, કંબલ કે રજોહરણ રાખે છે, તેને પણ તેઓ સંયમ અને લજ્જાની રક્ષાને માટે રાખે છે અને ઉપયોગ કરે છે.
[૨૪૫] સમસ્ત જીવોના ત્રાતા જ્ઞાતપુત્રએ આ વસ્ત્રાદિને પરિગ્રહ કહ્યો નથી, પણ મહર્ષિઓએ ‘મૂર્ચ્છાને પરિગ્રહ’ કહેલ છે.
[૨૪૬] યથાવત્‌ વસ્તુ તત્વજ્ઞ (સાધુ) બધી ઉપધિનું સંરક્ષણ કરવામાં મમત્વભાવ ન આચરે, (એટલું જ નહીં) તેઓ તેમના પોતાના શરીરનું પણ મમત્વ ન કરે.

Linked texts (1)