Pramāṇa · Search · About · API

Dasaveyaliya 367

Dasaveyāliya: ṭīkānusārī vivecana 367

Language
Gujarati

367

વિવેચન–૨૪૨ થી ૨૪૬
ચોથી સ્થાનવિધિ કહી, હવે પાંચમી કહે છે – બિડ એટલે ગોમૂત્રાદિ પક્વ, ઉદ્ભેદ્ય - સામુદ્રાદિ લવણ અથવા બિડ - પ્રાસુક અને ઉદ્ભેદ્ય - અપ્રાસુક, એમ બે ભેદે લવણ છે. તેલ, ઘી, ફાણિત - દ્રવગોળ આ લવણાદિ કે તેવી અન્ય વસ્તુની તે સાધુઓ સંનિધિ ન કરે. એટલે કે પર્યુષિત (રાતવાસી) ન રાખે. કોણ? ભગવંતના વચનમાં આસક્ત સાધુ.
સંનિધિમાં દોષ શું? ચારિત્રવિઘ્નકારી ચોથો કષાય તે લોભ, તેનો અનુભાવ, જેથી સંનિધિ કરે. એમ તીર્થંકરાદિએ કહેલ છે. જો કદાચ કોઈ થોડી પણ સંનિધિ કરે, તો તે ભાવથી ગૃહસ્થ છે, પ્રવ્રજિત નથી. કેમકે દુર્ગતિ નિમિત્ત અનુષ્ઠાનમાં પ્રવૃત્ત છે. જેના વડે આત્મા નરકાદિમાં લઈ જવાય તે સંનિધિ. - X - (શંકા) વસ્ત્રાદિ ધારણ કરતા સાધુને અસંનિધિ કઈ રીતે? આગમોક્ત ચોલપટ્ટક આદિ વસ્ત્ર, પાત્ર, વર્ષાકલ્પાદિ કામળી, પાદપુંછન - રજોહરણ તે સંયમાર્થે છે. તેથી ઉલટું - X - સંયમ પાલનનો અભાવ છે. લજ્જાર્થે વસ્ત્ર ન હોય તો સ્ત્રી આદિને તથા વિશિષ્ટ શ્રુત પરિણતિ આદિ રહિતને નિર્લજ્જતા થાય અથવા સંયમ જ લજ્જા છે તેને માટે આ વસ્ત્રાદિ ધારણ કરે અને મૂર્ચ્છારહિત પરિભોગ કરે.
એમ હોવાથી આસક્તિ રહિત વસ્ત્ર ધારણાદિને પરિગ્રહ કહ્યો નથી. કેમકે તેમાં બંધહેતુત્વનો અભાવ છે. કોણે નથી કહ્યો? ઉદાર ક્ષત્રિય સિદ્ધાર્થના પુત્ર વર્ધમાન કે જે સ્વ-પર પરિત્રાણ સમર્થ છે, તેણે મૂર્ચ્છાને - ન હોવા છતાં વસ્ત્રાદિની આસક્તિને પરિગ્રહ કહ્યો છે. કેમકે બંધનો હેતુ છે. - X - X - વસ્ત્રાદિ અભાવ ભાવિની મૂર્ચ્છા વસ્ત્રાદિના ભાવમાં સાધુને કેમ નહીં થશે? સમ્યગ્‌ બોધથી. ઉચિત ક્ષેત્ર અને કાળમાં આગમોક્ત વસ્ત્રાદિ સાથે પણ સાધુઓ છ જીવકાયમાં સંરક્ષણ માટે વસ્ત્રાદિના પરિગ્રહ છતાં તેમાં મમત્વ કરતાં નથી. - X - ધર્મકાય અર્થાત્‌ શરીરમાં પણ તેઓ મમત્વ કરતાં નથી. તે પ્રમાણે વસ્તુમાં પણ પરિગ્રહ ન કરે.

Linked texts (1)