Pramāṇa · Search · About · API

Dasaveyaliya 369

Dasaveyāliya: ṭīkānusārī vivecana 369

Language
Gujarati

369

વિવેચન–૨૪૭ થી ૨૫૦
પાંચમી સ્થાનવિધિ કહીને હવે છઠ્ઠાને આશ્રીને કહે છે – સર્વે દોષોને નિવારનાર ગુણોની વૃદ્ધિ કરનાર તપોનુષ્ઠાન બધાં તીર્થંકરે કહેલ છે. શું વિશેષ છે? તે કહે છે – લજ્જા એટલે સંયમ, તેના સદૃશ અર્થાત્‌ સંયમ અવિરોધી. વૃત્તિ - દેહપાલન. જે ભોજનમાં દ્રવ્યથી અને ભાવથી એક ભક્ત હોય તે. દ્રવ્યથી એક સંખ્યા, ભાવથી - કર્મબંધનો અભાવ. તે દિવસે જ, રાગાદિ રહિતને હોય. - X - રાત્રિભોજનમાં હિંસાના સંબંધથી કર્મબંધ દર્શાવે છે - પ્રત્યક્ષ દેખાતા સૂક્ષ્મ જીવો રાત્રિમાં ચક્ષુથી દેખાતા નથી, તો જીવોના ઘાત વિના કઈ રીતે ખાઈ શકે? રાત્રિના એષણીય ભિક્ષા માટે ચરવું અસંભવ છે. હવે રાત્રિના ગ્રહણ કરવામાં દોષ કહે છે –
રાત્રિમાં ભિનાશમાં લીલ-ફૂગ હોય, સચિત્ત બીજયુક્ત હોય, ઓસામણ આદિમાં જીવો પડે, પૃથ્વી ઉપર સંપાતિમ જીવો સંભવે છે. તેથી પરલોકભીરુ સંયમી તેને વર્જે છે ઈત્યાદિ સૂત્રાર્થવત્‌ જાણવું. - X - X - ઉપસંહાર કરતા કહે છે – અનંતરોક્ત પ્રાણી હિંસારૂપ અને અન્ય આત્મ - વિરાધનાદિ રૂપ દોષ જોઈને ભગવંતે રાત્રિના સર્વાહારનો નિષેધ કર્યો.

Linked texts (1)