Dasaveyaliya 371
Dasaveyāliya: ṭīkānusārī vivecana 371
- Language
- Gujarati
371
વિવેચન–૨૫૧ થી ૨૫૬
છ વ્રતનું વર્ણન કર્યું. હવે છ કાયને કહે છે – તેમાં પૃથ્વીકાયને આશ્રીને કહે છે – ખેડવા આદિ પ્રકારે મન, વચન, કાયાથી પૃથ્વીકાયની હિંસા ન કરે. ઉપલક્ષણથી ન કરાવે, કરનારને અનુમોદે - X - હિંસા કોણ ન કરે? સુસમાહિત સાધુઓ. અહીં જ હિંસા દોષને કહે છે – પૃથ્વી-કાયને ખેડવા આદિ પ્રકારે જે હણે છે, તે પૃથ્વી આશ્રિત બેઈન્દ્રિય પ્રાણીને તથા અપ્કાયાદિને પણ હણે છે તે ચક્ષુરિન્દ્રિય ગ્રાહ હોય કે ન હોય. તેથી આ પ્રમાણે દોષને જાણીને સંસારને વધારનાર એવા પૃથ્વીકાય સમારંભનો જાવજ્જીવને માટે ત્યાગ કરે. સાતમાં સ્થાનની વિધિ કહીને, હવે આઠમા સ્થાનની વિધિ કહે છે – ઉક્ત પૃથ્વીકાય સૂત્ર જ અપ્કાયના આલાવાથી જાણવું.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit